શહેરમાં મ્યુનિ. સંચાલિત મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ હવે એસવીપીમાં આવતાં કન્સલ્ટિંગ તબીબો જો પોતાનો દર્દી અહીં રિફર કરે તો તેમને અન્ય ખાનગી હોસ્પિટલની જેમ ચોક્કસ ફી ચુકવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, મેટની આજે યોજાયેલી બેઠકમાં એસવીપી હોસ્પિટલમા વધારે સંખ્યામાં દર્દીઓ આવે તે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસવીપી હોસ્પિટલમાં કેટલાક સિનિયર તબીબો કન્સલ્ટિંગ તબીબ તરીકે આવતાં હોય છે. આવા તબીબો જો પોતોના ક્લિનિક પર આવેલા દર્દીને એસવીપીમાં રિફર કરે તો તેઓ તેની સારવાર એસવીપીમાં રાખીને કરી શકે છે. તે ઉપરાંત તેના માટે એક વિશેષ એક્ઝિક્યુટિવ વોર્ડની પણ રચના કરી શકાય છે. તે ઉપરાંત આ કન્સલ્ટીંગ તબીબો જો અન્ય ખાનગી હોસ્પિટલને દર્દીઓ મોકલે અને જે ચાર્જ તેમને ચુકવવામાં આવે તેવો ચાર્જ એસવીપી દ્વારા પણ ચુકવવામાં આવે તેવી વ્યવસ્થા કરી શકાય છે. જેથી એસવીપી હોસ્પિટલમાં વધારે દર્દીઓ આવી શકે તેમજ તેમની સારવાર પણ યોગ્ય રીતે થઇ શકે તે માટે આ નિર્ણય થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.