હાઈકોર્ટનું આકરું વલણ:અસીલના મેડિકલ સર્ટિ ખોટાં હશે તો વકીલની સનદ રદ થશે, ખોટા સર્ટિફિકેટ પર જામીન મગાતા HCએ લાલ આંખ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • ડોક્ટર, વકીલ અને લેબની મિલીભગત સામે તપાસનો આદેશ કરાયો

ગુજરાત હાઇકોર્ટમાં આવતી જામીન અરજીમાં રજૂ કરાતા મેડિકલ સર્ટિફિકેટની સત્યતા તપાસતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. એક-બે નહીં પરતું 10થી વધુ જુદી જુદી જામીન અરજીમાં આરોગ્યના કારણે જામીન માગવામાં આવ્યા હતા. કેટલીક અરજીમાં કોરોના પોઝિટિવનું કારણ રજૂ કરાયું હતું. અરજી સાથે રજૂ કરેલા સર્ટિફિકેટ પર મદદનીશ સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોરતા કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.

રિપોર્ટ સાથે છેડછાડ કરી હોય અથવા અમાન્ય લેબોરેટરીનું સર્ટિફિકેટ જોડાયું હતું. જસ્ટિસ ગીતા ગોપીએ એવી ટકોર કરી છે કે અમારા ધ્યાન પર આવેલી આ ગંભીર બાબતને સરળતાથી જવા દેવામાં આવશે નહીં. આવી અરજ કરનાર બે વકીલોની સનદ પણ રદ કરી દેવા ચીમકી આપી છે. તબીબો, લેબ ટેકનિશિયન અને વકીલોની મીલીભગતથી ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર તમામ સામે ઇન્કવાયરી સોંપવા કોર્ટે આદેશ કર્યો છે.

જામીન માટે કોવિડના ખોટાં રિપોર્ટ બન્યાં
પોકસોના ગુનામાં 10 વર્ષની સજા પામેલા આરોપીને મળેલા હંગામી જામીનને લંબાવવા આરોપીએ ગુજરાતના બહારની લેબોરેટરીનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ રજૂ કરી કર્યો હતો. પોઝિટિવ હોવાથી જામીન લંબાવવા દાદ માગી હતી. મદદનીશ સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યંુ હતંુ કે પ્રાથમિક દ્રષ્ટિએ આ રિપોર્ટ રાજ્યની બહારનો હોવાથી આરોપીની અરજી ફગાવી દેવી જોઇએ. કોર્ટે વકીલને આ અંગે પૃચ્છા કરતા તેઓ યોગ્ય જવાબ આપી શકયા નહોતા. કોર્ટે આ અંગે ખરાઇ કરવા આદેશ કર્યો હતો.હાઇકોર્ટને આ અંગે શંકા જતા દસ્તાવેજોની ખરાઇ કરવા તપાસ સોંપી હતી. બીજી મુદતે રિપોર્ટ રજૂ થાય તે પહેલા આરોપીના વકીલે અરજી પાછી ખેંચવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...