તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો પ્રયાસ:અમદાવાદમાં પંચવટી પાસે વહેલી સવારે 4 વાગે બેંકનું એટીએમ ન તૂટ્યું તો ચોરે વાયરિંગ કાપી તોડફોડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરે અડધો કલાક સુધી હથોડીથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મશીન તૂટ્યું નહીં

પંચવટી ખાતે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે બંધન બેંકના એટીએમનેે તોડીને પૈસા ચોરવાનો પ્રયાસ થયો હતો. લગભગ અડધો કલાક સુધી તેણે ડીસમીસ - હથોડી વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મશીન નહીં તુટતા એટીએમના દરવાજાનું લોક તોડીને અને વાયરીંગ કાપીને જતો રહ્યો હતો.

ચાંદખેડામાં રહેતા મહેન્દ્રપાલસિંગ જેતાવત (38) નવરંગપુરામાં આવેલી બંધન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકની બાજુમાં જ બેંકનું એટીએમ આવેલુ છે. ગત 21 ઓગસ્ટને શનિવારે રાતે 8 વાગ્યે બેંકનું કામ પુરુ કરીને મહેન્દ્રપાલસિંગ બેંક બંધ કરીને ઘરે ગયા હતા. 22 ઓગસ્ટને રવિવારે રજા હતી. જેથી 23 ઓગસ્ટને સોમવારે બેંકના સ્ટાફ મેમ્બર અને સિકયોરીટી ગાર્ડ યુસુફખાન પઠાણ નોકરી આવ્યા હતા. તેમણે જોયું તો એટીએમ રૂમમાં નોટીસ બોર્ડ નીચે પડેલુ હતુ.

એટીએમ બંધ અને પહેલો દરવાજો ખુલ્લો હતો, બીજા દરવાજાના ડીજીટલ લોકને નુકશાન તેમજ વાયરીંગ તૂટેલંુ હતંુ. જેથી તેમણે અધિકારીઓને જાણ કરી હતી. એટીએમના સીસીટીવી ચેક કરતા 22 ઓગસ્ટને રવિવારે સવારે 4 વાગ્યે એક ચોર ડિસમીસ - હથોડી જેવા હથિયારો સાથે એટીએમમાં ઘુસ્યો હોવાનું દેખાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...