તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્થઘટન:કોરોનાને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષામાં રવિવાર અને અન્ય રજા ના અપાય તો 5થી 7 જુલાઈ સુધીમાં પરીક્ષા પૂર્ણ થઈ જાય

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ પરીક્ષાની ચિંતામાંથી ઝડપથી બહાર આવી શકે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
વિદ્યાર્થીઓ પરીક્ષાની ચિંતામાંથી ઝડપથી બહાર આવી શકે ( ફાઈલ ફોટો)
  • રજા વિના પરીક્ષા યોજવામાં આવે તો વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો બોઝ ઝડપથી હળવો થઈ શકે

ધોરણ 12ની પરીક્ષાની તરીખ જાહેર કરવામાં આવી છે. જે બાદ આજે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું સમય પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી 10 જુલાઈ સુધી યોજાશે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી 15 જુલાઈ સુધી યોજાશે. જો કોરોના કાળમાં પરીક્ષા એક પણ રજા વિના યોજાય તો વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 જુલાઈ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 7 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જાય અને વિદ્યાર્થીઓ ઝડપથી બોજમુક્ત થઈ શકે છે.

5 દિવસમાં જ પરીક્ષા પૂર્ણ થઈ જાય
ધોરણ 12નું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 12 સાયન્સમાં 1 જુલાઈએ ફિઝિક્સ ,3 જુલાઈએ કેમેસ્ટ્રી, 5 જુલાઈએ બાયોલોજી, 6 જુલાઈએ ગણિત,8 જુલાઈએ એંગ્રેજી,10 જુલાઈએ ભાષાની પરીક્ષા યોજાશે.ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને ભાષાની પરીક્ષા અગાઉ રજા આપવામાં આવી છે. જેમાં રવિવારની એક રજા છે પરંતુ આ પરિસ્થિતિમાં એક પણ રજા આપવામાં ના આવે તો 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાન,2 જુલાઈએ રસાયણ વિજ્ઞાન,3 જુલાઈએ જીવ વિજ્ઞાન અથવા ગણિત,4 જુલાઈએ અંગ્રેજી,5 જુલાઈએ ભાષા વિજ્ઞાનની પરીક્ષા યોજી શકાય જેથી 5 દિવસમાં જ પરીક્ષા પૂર્ણ થઈ જાય.

રજા વિના પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓનો બોઝ હળવો થઈ શકે ( ફાઈલ ફોટો)
રજા વિના પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓનો બોઝ હળવો થઈ શકે ( ફાઈલ ફોટો)

7 જુલાઈ સુધી 5 વિષયની પરીક્ષા પૂર્ણ થશે
12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 1 જુલાઈથી શરૂ થશે.1 જુલાઈએ નામના મૂળ તત્વો,2 જુલાઈએ આંકડા શાસ્ત્ર,3 જુલાઈએ વાણિજ્ય વ્યવસ્થા, 6 જુલાઈએ અર્થશાસ્ત્ર, 7 જુલાઈએ ગુજરાતી, 14 જુલાઈએ અંગ્રેજી અને 15 જુલાઈએ કોમ્પ્યુટરની પરીક્ષા યોજાશે. 7 વિષયની પરીક્ષા 15 દિવસમાં યોજાશે પરંતુ તેની જગ્યાએ 1 જુલાઈએ નામના મૂળ તત્વો,2 જુલાઈએ આંકડા શાસ્ત્ર,3 જુલાઈએ વાણિજ્ય વ્યવસ્થા,4 જુલાઈએ અર્થશાસ્ત્ર,5 જુલાઈએ ગુજરાતી,6 જુલાઈએ અંગ્રેજી,7 જુલાઈએ કોમ્પ્યુટરની પરીક્ષા યોજાશે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ટાઈમ ટેબલ મુજબ 7 જુલાઈ સુધી 5 વિષયની પરીક્ષા પૂર્ણ થશે તે બાદ એક અઠવાડિયાના સામાન્ય બાદ વધુ 2 પરીક્ષા યોજાશે.પરંતુ 7 દિવસમાં પણ પરીક્ષા પૂર્ણ શકે છે.

5 અને 7 દિવસમાં જ ધોરણ 12ની પરીક્ષા યોજી શકાય છે ( ફાઈલ ફોટો)
5 અને 7 દિવસમાં જ ધોરણ 12ની પરીક્ષા યોજી શકાય છે ( ફાઈલ ફોટો)

વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો બોઝ હળવો થઈ શકે
ખાનગી શિક્ષકના જણાવ્યા અનુસાર દર વર્ષે બોર્ડની પરીક્ષાના મુખ્ય પરીક્ષાના અગાઉના દિવસે રજા આપવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના ને કારણે ઝડપથી પરીક્ષા યોજાય તે માટે એક પણ રજા વિના પરીક્ષા યોજવી જોઈએ.સ્થિતિ અત્યારે સારી છે ત્યારે તેનો લાભ ઉઠાવીને 5 અને 7 દિવસમાં જ ધોરણ 12ની પરીક્ષા યોજી શકાય છે.ગાઈડ લાઈનના પાલન સાથે પરીક્ષા યોજવામાં આવે તો પરીક્ષા ઝડપથી અને સુરક્ષિત રીતે યોજાઈ શકે છે જેનાથી વિદ્યાર્થીઓ પણ સંક્રમિત નહિ થાય.આ પ્રમાણે પરીક્ષા યોજવામાં આવે તો વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો બોજ પર હળવી થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...