તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં ફસામણી:અત્યારે ક્યાંય પણ ફરવા જવાનો પ્લાન હોય તો બે વખત વિચારજો, ઋષિકેશ-મસુરી-નેપાળ બધે જ સલવાયેલા ગુજરાતીઓ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેપાળ બોર્ડર પર 50થી વધુ ટૂરિસ્ટ ગુજરાતીઓનું ગ્રુપ સલવાયું, પશુપતિનાથ જવું હતું પણ એન્ટ્રી ના મળી
  • ઋષિકેશમાં એક ઝાટકે 28 ગુજરાતી પોઝિટિવ આવતા આખા ઉત્તરાખંડમાં ગુજરાતીઓને શોધીને ટેસ્ટિંગ શરૂ
  • માઉન્ટ આબુ સહિત રાજસ્થાનમાં તો ગુજરાતીઓને કોરોના નેગેટિવના RT-PCR રિપોર્ટ બતાવ્યા પછી જ એન્ટ્રી

ગુજરાતીઓ એટલે હરવા-ફરવાના શોખીન અને દેશમાં ગમે તે ટૂરિસ્ટ સ્પોટ પર જાવ ત્યાં ગુજરાતી અચૂક મળી જાય. પરંતુ કોરોનાનો ફરી ઉથલો માર્યો અને ગુજરાતમાં હદ પારનો કોરોના વકર્યો તેના પરિણામો અત્યારે ફરવા ગયેલા ગુજરાતીઓએ ભોગવવા પડી રહ્યા છે. હજી ત્રણ દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ઋષિકેશમાં એક સાથે 28 ગુજરાતી પ્રવાસી કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મસુરી અને હરિદ્વારમાં પણ ગુજરાતીઓનું ટ્રેસિંગ-ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. હવે નેપાળ બોર્ડરથી સમાચાર આવ્યા છે કે પશુપતિનાથના દર્શને જઈ રહેલા 50 ગુજરાતી યાત્રીઓને નેપાળ પોલિસે પ્રવેશવા જ ન દીધા. ઊલટાનું તેમને બોર્ડરેથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.

કાઠમંડુ-પોખરા જતા ગુજરાતી ટૂરિસ્ટોને બોર્ડરે જ રોકી દેવાયા
ભારત-નેપાળ વચ્ચેની સોનૌલી બોર્ડર થઈને નેપાળ જઈ રહેલા 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓના ગ્રુપને ગુરુવારે મોડી સાંજે નેપાળ પોલીસે અટકાવી દીધા હતા. ગુજરાતમાં અત્યારે કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ લીધાની વાત માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. આ કારણથી જ નેપાળ પોલીસે ગુજરાતી ટૂરિસ્ટોના ગ્રુપને અટકાવી દીધાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, હવે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે નેપાળની રાજધાની કાઠમંડુ ઉપરાંત પોખરા જતા સરહદી વિસ્તારોમાંથી પણ ભારતીય લોકોને પાછા ભારતીય સરહદમાં ધકેલવામાં આવી રહ્યા છે.

કોવિડ સર્ટિફિકેટ ન હોવાથી નેપાળમાં ગુજરાતીઓને 'નો-એન્ટ્રી'
નેપાળના બેલહિયા ક્ષેત્રના ઈન્સ્પેક્ટર ઈશ્વરી અધિકારીએ સમાચાર એજન્સીઓને જણાવ્યું હતું કે, તેમના ઉચ્ચાધિકારીઓએ જ પર્યટકોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. ગત ગુરુવારે રાત્રે અમદાવાદથી 50 જેટલા પર્યટકોનું ગ્રુપ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે નેપાળ બોર્ડર પહોંચ્યું હતું પરંતુ રાત્રિના સમયે બોર્ડર બંધ હતી. શુક્રવારે સવારના સમયે સોનૌલી આ ગ્રુપ પહોંચ્યું તો ત્યાં બસ ઊભી રાખીને નેપાળમાં પ્રવેશવા સરહદે પહોંચ્યા હતા. પરંતુ આ પ્રવાસીઓ પાસે કોવિડ સર્ટિફિકેટ ન હોવાને કારણે તેમને પ્રવેશ અપાયો નહોતો.

'બોર્ડર ખુલ્લી છે, છતાં અમને નેપાળમાં પ્રવેશવા ન દેવાયા'
આ ગ્રુપમાં સામેલ સલોની શાહે જણાવ્યું હતું કે, નેપાળ પોલીસે લોકડાઉન છે એવું કહીને અમને ભારત પરત મોકલી દીધા હતા. ભારતમાં કોરોનાની વકરતી સ્થિતિ જોઈને નેપાળના સત્તાવાળાઓ આમેય ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના વધુ પ્રભાવી વિસ્તારમાંથી આવતા ટૂરિસ્ટને અંદર જવા દેતા નધી. પરંતુ અમને ખબર છે કે બોર્ડર તો ખુલ્લી છે અને લોકો જાય પણ છે. આ મામલે અમે સ્થાનિક ડીએમને રજૂઆત કરી છે અને તેઓ વિચારણા કરીને અમને જવા-દેવા કે ન જવા દેવા તે અંગે નિર્ણય લેશે.

રાજસ્થાન-મહારાષ્ટ્રના ડેસ્ટિનેશનમાં નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
આમેય અત્યારે રાજસ્થાન અને મહારાષ્ટ્રના ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં નિયમો કડક બનાવી દેવાયા છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડરે તો કોરોનાના RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વિના પ્રવેશ પણ આપવા દેવાતો નથી. આવામાં અત્યારે માઉન્ટ આબુ, ઉદયપુર, લોનાવલા, નાસિક, શિરડી સહિતના સ્થળોએ ગુજરાતી પ્રવાસીઓને કોરોના નેગેટિવ રિપોર્ટ વિના હોટેલમાં રૂમ પણ અપાતી નથી. સ્થાનિક પોલીસે પણ કડક ચેકિંગ શરૂ કરી દીધાના અહેવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો