હાઈકોર્ટમાં સુનાવણી:બોન્ડના રૂ. 10 લાખ ભરે તો ડોક્ટરને ગામડાંમાં સેવાની મુક્તિ, ન ભરે તો ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરવી પડશે, ઈન્કાર કરે તો કાર્યવાહી કરાશે- સરકાર

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • સરકારે ભરતી કરીને વધુ સારી સેલેરી સાથે ડોક્ટરોને નોકરી આપવી જોઇએ: હાઈકોર્ટ
  • સરકાર કાયદાની જોગવાઇઓ અન્વયે રૂપિયા રિક્વરીની કાર્યવાહી માટે દાવો કરવો પડે: અરજદારના વકીલ
  • 251 પૈકી 69 ડોક્ટરોએ બોન્ડના રૂપિયા ભરી દીધા : અરજદારના વકીલ

ગુજરાત હાઈકોર્ટમાં બોન્ડ મામલે થયેલી અરજીને લઈ સરકાર તરફથી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જો ડોક્ટર્સ બોન્ડના રૂ.10 લાખ ભરે તો તેમને ફરજિયાત ગામડામાં સેવાની શરતમાંથી મુક્તિ મળશે, પરંતુ જો તેઓ બોન્ડની રકમ ન ભરે તો એક વર્ષ માટે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાની રહેશે અને જો સેવા આપવાનો ઇન્કાર કરે તો તેમની વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે. બોન્ડેડ ડોક્ટર્સને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત સેવા મામલે થયેલી વિવિધ અરજી મામલે સુનાવણી બાદ જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે ચૂકાદો અનામત રાખ્યો છે.

તમામ અરજદારોએ બોન્ડ સાઇન નથી કર્યા: તબીબોના એડવોકેટ
251 જેટલા સ્પેશિયાલિસ્ટ તબીબો તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત પંચાલે દલીલ કરી કે, તમામ અરજદારોએ બોન્ડ સાઇન કર્યા નથી. સરકાર કાયદાની જોગવાઇઓ અન્વયે રૂપિયા રિક્વરીની કાર્યવાહી કરી શકે છે, જે માટે દાવો કરવો પડે. પરંતુ કોઇની સંપત્તિ વગેરે ટાંચમાં લેવી કે તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવી યોગ્ય નથી. પીજી તથા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ તરફથી કોવિડ ડ્યૂટી કરવાના સરકારી આદેશો તથા ડોક્ટર્સને આપવામાં આવેલી કારણદર્શક નોટિસોને રદ કરવાની માગ સાથે અરજી કરવામાં આવી છે.

ભૂતકાળમાં ભરતી કરી પણ ડોક્ટર ન મળ્યાનો સરકારનો દાવો
આ મામલે સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, 251 પૈકી 69 ડોક્ટરોએ બોન્ડના રૂપિયા ભરી દીધા છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર પણ કરી કે કોવિડ તો આ‌વતીકાલે ભગવાનની દયાથી જતું રહેશે. પરંતુ સરકારને આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની જરૂર તો હંમેશાં પડશે, જેથી સરકારે ભરતી કરીને વધુ સારી સેલેરી સાથે ડોક્ટરોને નોકરી આપવી જોઇએ.આ મામલે સરકારે કહ્યું હતુ કે ભૂતકાળમાં ભરતી શરૂ પણ કરી હતી પરંતુ તેમ છતાં તેમના ડોક્ટર મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...