તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOPનો અમલ અશક્ય:હોસ્ટેલના એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહે તો વધારાના 500 રૂમની જરૂર પડે

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોલેજો ખોલવા સરકારે SOP જાહેર કરી પણ વ્યવહારુ અમલ શક્ય નથી
 • ગુજરાત યુનિવર્સિટીના 5 બ્લોકમાં રહેતાં 700 વિદ્યાર્થીને સમાવવા લગભગ અશક્ય બની જાય

કોલેજો ખોલવા પર સરકારે જાહેર કરેલી એસઓપીમાં હોસ્ટેલના એક રૂમમાં એક વિદ્યાર્થીને જ રાખવાનું જણાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના પાંચ બ્લોકમાં સામાન્ય દિવસોમાં કુલ મળીને અંદાજે 700 વિદ્યાર્થી રહે છે. પરંતુ જો હોસ્ટેલના એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહે તો માત્ર ગુજ.યુનિ.ને જ પોતાના વિદ્યાર્થીઓ સમાવવા માટે વધારાના 500 રૂમોની જરૂર પડે. જ્યારે આઇઆઇએમ અને આઇઆઇટી- જીએનમાં અત્યારે એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહે છે. તેથી આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને સમાવવાની સમસ્યા રહેશે નહીં.

યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ પણ તૈયાર કરાઇ છે. નવી હોસ્ટેલમાં 76 રૂમો છે. જેથી 76 વિદ્યાર્થીનો સમાવેશ થઇ શકે છે. પરંતુ એકસાથે તમામ વિદ્યાર્થીઓનો હાલ સમાવેશ કરવો અઘરો છે. જીટીયુની હોસ્ટેલ 72 રૂમોની છે. હવે બીજા 72 રૂમોની જરૂર પડશે. વધુ વિદ્યાર્થી સમાવવા જીટીયુની બાજુની વીજીઇસીની હોસ્ટેલના ખાલી રૂમોનો ઉપયોગ થઈ શકે છે.

પીજીમાં રહેતા વિદ્યાર્થી અંગે ગૂંચવાડો
મોટી ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજોમાં શહેરની બહારના વિદ્યાર્થીઓ હોસ્ટેલ ઉપરાંત પેઇંગ ગેસ્ટમાં રહે છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યાની સમાંતર જ છે. આ સ્થિતિમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કોરોના મહામારીમાં કઇ ગાઇડલાઇનનો અમલ કરશે, તે પ્રશ્ન પણ વિદ્યાર્થીઓને મૂંઝવી રહ્યો છે. કારણ કે પીજીમાં એક રૂમમાં પાંચ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એકસાથે રહેતા હોય છે.

IIMમાં એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહે છે
આઇઆઇએમની હોસ્ટેલમાં એક વિદ્યાર્થી સામે એક રૂમની સુવિધા છે. આઇઆઇએમ તરફથી જણાવ્યા પ્રમાણે, ન્યુ કેમ્પસ અને ઓલ્ડ કેમ્પસમાં મળીને વિદ્યાર્થીઓની સંખ્યા જેટલાં જ હોસ્ટેલના રૂમ છે. જમવા માટે મેસની વ્યવસ્થા છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન યોગ્ય રીતે થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો