જમાલપુર ખાડીયા અને ધંધુકા બેઠક માટે યુથ કોંગ્રેસના કાર્યકરોએ માગણી કરી હતી. જેમાં ધંધુકા બેઠક પરથી હરપાલ સિંહ ચુડાસમા યુથ કોંગ્રેસના પ્રમુખને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પરથી સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. રાજેશ ગોહિલ 2017માં કોંગ્રેસમાં વિજય બન્યા હતાં અને ભાજપના કાળું ડાભીની 5920 વોટથી હાર થઈ હતી. ફરીવાર રાજેશ ગોહિલને ટિકિટની માંગ કરવામાં આવી હતી અને તેના માટેથી ગોહિલના ટેકેદારોએ કોંગ્રેસ ઓફિસમાં સૂત્રો ચાર કરીને ચીમકી પણ આપી હતી કે, જો રાજેશ ગોહિલે રિપીટ કરવામાં નહિ આવે તો ધંધુકા બેઠકની સાથે આજુબાજુની સાત બેઠકો પર પણ કોંગ્રેસને નુકસાન વેઠવાની તૈયારી રાખવી પડશે.
મોવડી મંડળે નમતું જોખવું પડ્યું
એક બાજુ રાજેશ ગોહિલની ટિકિટ માટે ટેકેદારોએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો ત્યારે કોંગ્રેસ ઓફીસમાં થોડીવારમાં હરપાલ સિંહ ચુડાસમના સમર્થકોએ આવીને ચૂંદસમને ટિકિટ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી. જે રજૂઆત રંગ લાવી હતી અને આખરે હરપાલ સિંહ ચુડાસમાને કોંગસે ટિકિટ આપી હતી. આમ યુથ કોંગ્રેસના હોદેદારોની માંગ આગળ મોવડી મંડળે નમતું જોખવું પડ્યું હતું.
કાર્યકરોની નારાજગીએ કોંગ્રેસને બેઠક ગુમાવવી પડે
યુથ કોંગ્રેસ નારાજ થાય એ કોંગ્રેસને પાલવે એમ નહોતું. જમાલપુર-ખાડીયામાં યુવા નેતા શાહનવાઝને ટિકિટ ના આપી અને ધંધુકામાં પણ હરપાલ સિંહને ટિકિટ ના આપવામાં આવે તો કાર્યકરોની નારાજગીએ કોંગ્રેસને બેઠક ગુમાવવી પડે. ત્યારે જમાલપુર-ખાડીયા બેઠકમાં ચૂંટણી સમયે ડેમેજ કન્ટ્રોલ કરવામાં સિનિયર લીડર કેટલા સફળ નીવડે છે. તે ચૂંટણીના પરિણામ સમયે ખબર પડશે.
ટેકેદારોનો સહકાર મહત્વનો સાબિત થઈ શકે
જમાલપુર બેઠક પર ત્રિપાંખિઓ જંગ છે અને બે ઉમેદવાર મુસ્લિમ છે. જેમાં મુસ્લિમ સમાજના વોટો વિભાજન થાય તો તેનો સીધો લાભ ભાજપના ભૂષણ ભટ્ટને થવાની શક્યતા વધી જાય છે. એવામાં યુવા નેતા શાહનવાઝ અને તેમના ટેકેદારોનો સહકાર મહત્વનો સાબિત થઈ શકે છે. શેખ યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે અને તેના સમર્થકો ચૂંટણી પ્રચારમાં કામગીરી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.