તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વીજ બિલ:મહિને 200થી વધુ યુનિટ વપરાશ હશે તો 100 યુનિટ માફ નહીં થાય

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • ટોરેન્ટમાં 27 જૂન, UGVCLમાં 24 જૂનથી બિલમાં લાગુ પડશે

શહેરના ટોરેન્ટના રૂ.10.50 લાખ અને યુજીવીસીએલના 56 હજારથી વધુ કનેક્શનનું મહિને  200 યુનિટ સુધીનું વીજ બિલ આવ્યું હશે તો 100 યુનિટ માફ કરાશે.  ટોરેન્ટમાં 27મી જૂન અને યુજીવીસીએલમાં 24મી જૂનથી બનનારા બિલમાં લોકોને લાભ મળવાનું શરૂ થશે. 

ટોરેન્ટના પીઆરઓ જયેશ દેસાઇએ કહ્યું કે, ‘ગત 27મી જૂનથી બિલની ફાળ‌વણી શરૂ થઇ છે.  બિલની સાઇકલ મુજબ ગ્રાહકોને 100 યુનિટ અને ફિકસ્ડ ચાર્જનો એકવાર લાભ મળશે.’ આ અંગે યુજીવીસીએલના અધિકારીઓએ કહ્યું કે, ‘મહિને ફિકસ્ડ ચાર્જમાં રૂ.15થી 45 સુધીનો લાભ  મળશે. ગત 24મી જૂનથી બિલની ફાળવણી થઇ છે. બિલની સાઇકલ હશે તે મુજબ ગ્રાહકોને લાભ મળશે.’

ચાંદખેડામાં 16 હજાર સુધીનું બિલ આવતાં રોષ 
ચાંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલા ફલેટમાં સામાન્ય દિવસો દરમિયાન પ્રતિ બે માસ એક હજારથી બે હજાર સુધીના બિલ આવે છે. તેના બદલે 5 હજારથી 16 હજાર સુધીના બિલ યુજીવીસીએલે ફટાકાર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી રહીશોમાં રોષ છે. આ અંગે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો