• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If Lorries Are Removed In Ahmedabad, Employment Of Hundreds Of People In Lal Darwaja, Jamalpur Vegetable Market And Manek Chowk Will Be Stopped.

તો.. રોજી રોટી છીનવાશે:અમદાવાદમાં લારીઓ હટાવાશે તો લાલ દરવાજા, જમાલપુર શાકમાર્કેટ અને માણેક ચોકમાં સેંકડો લોકોની રોજગારી અટકી પડશે

અમદાવાદ13 દિવસ પહેલા
ત્રણ દરવાજા પાસે વાહન ચલાવવું પણ મુશ્કેલ થાય તેવો ટ્રાફિક જામ થાય છે.
  • ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરની આસપાસ અનેક ગરીબો પેટીયુ રળવા લારીઓ ઉભી રાખે છે

અમદાવાદમાં ઇંડા નોનવેજની લારીઓ હટાવવા માટે સૂચના મળ્યા બાદ AMC દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી દ્વારા પ્રીતિક્રિયા આપવામાં આવી કે કોણ શું ખાશે તેનો અમને કોઈ વાંધો નથી પણ રસ્તામા નડતર હોય તેની સામે નગરપાલિકા અને તંત્ર કાર્યવાહી કરી શકે છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર અને જગગનાથ મંદિરની આસપાસ હજારો લોકો રસ્તા પર લારી ગલ્લા પાથરણા પાથરીને પેટીયું રળે છે. જો તેમને હટાવવામાં આવશે તો તેમના પરિવારના ગુજરાનનો પ્રશ્ન ઉભો થઇ શકે છે.

ભદ્ર પાથરણા બજારમાં લારી પર રોજગાર મેળવતા લોકો
ભદ્ર પાથરણા બજારમાં લારી પર રોજગાર મેળવતા લોકો

લોકો લારીઓમાં સામાન વેચીને રોજગાર મેળવે છે
આજે દિવ્યભાસ્કર દ્વારા અમદાવાદના ભદ્રકાળી મંદિર આસપાસ પાથરણા બજાર,માણેક ચોક, જગન્નાથ મંદિર અને જમાલપુર શાક માર્કેટ પાસેની સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અહીંયા નિયમ પ્રમાણે જાહેરાત થઈ પણ સ્થિતિ હતી એમ જ છે. અહીં લોકો પોતાની રોજગારી માટે નાનામાં નાની જગ્યા પર ઉભા રહી ધંધો રોજગાર ચલાવી રહ્યા છે. અહીંયા ખાણીપીણીની લારીઓ છે, ફૂટપાથ પર પણ લોકો વેપાર કરે છે તેની સાથે વાહન ચલાવવું પણ મુશ્કેલ છે.

પાનકોર નાકા પર પણ અનેક લોકો લારી પર ધંધો કરે છે
પાનકોર નાકા પર પણ અનેક લોકો લારી પર ધંધો કરે છે

પાનકોરનાકા અને માણેકચોકમાં પણ લારી ગલ્લા છે
ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી કોઈને કોઈ પાથરણા વાળો પોતાનો વેપાર કરે છે. તેમની નજીકમાં AMCની દબાણ ખસેડવાની ગાડી છે પણ તે શોભના ગાંઠિયા જેવી છે. બાજુમાં કારંજ પોલીસ સ્ટેશન છે પણ કોઈ રળ્યો ખળ્યો પોલીસ જવાન પણ દેખાતો નથી. રસ્તા પર આગળ જતાં ભઠીયાર ગલી અને ત્રણ દરવાજા સુધી ફૂટપાથ સહિતની જગ્યા પર લોકો કામ કરે છે. ત્યાં ખાણી પીણીની લારીઓ પણ છે. ત્રણ દરવાજાની વચ્ચે જ ભારે ભીડ છે. ત્યાં પણ પાથરણા વાળાઓએ રસ્તા રોકી દીધા છે.અહીંથી આગળ જતાં છેક પાનકોરનાકા અને માણેકચોકમાં પણ રસ્તા પર લારી ગલ્લા છે.

ત્રણ દરવાજા પાસે રોજ હજારો લોકોની ભીડ જામે છે
ત્રણ દરવાજા પાસે રોજ હજારો લોકોની ભીડ જામે છે

જમાલપુર બ્રિજ નીચે પણ અનેક લારીઓ વાળા છે
AMCએ મોટા ઉપાડે લારી ગલ્લા હટાવવાની વાતો કરે છે પણ પોતાની કચેરીને અડીને આવેલા ચોકમાં ખાણી પીણીની લારીઓ ઉભી છે. કોઈ સાવચેતી કે કોઈ ટ્રાફિક નિયમન નહી માત્ર કોર્પોરેશનની વાતો શોભના ગાંઠિયા જેવી જ છે. કોર્પોરેશનથી જગન્નાથ મંદિર જવાના રોડ પર પણ આજ સ્થિતિ છે. અહીંયા પણ રસ્તા પર લારી ગલ્લાનાં કારણે ભીડ અને ટ્રાફિક જામ છે. ત્યાંથી આગળ જગન્નાથ મદિરથી જમાલપુર બ્રિજ સુધી રસ્તામાં દરરોજની જેમ લારીઓ ઉભી છે. જ્યાં લોકો પોતાની વસ્તુઓ વેચીને રોજગારી મેળવી રહ્યાં છે .જમાલપુર બ્રિજ નીચે પણ અનેક લારીઓ અને પાથરણાંવાળા બેઠાં છે.

અન્ય સમાચારો પણ છે...