લગ્નમાં પણ GSTનો ચાંદલો!:લગ્નમાં 7થી 8 લાખનો ખર્ચ થાય તો 1 લાખ સુધી GST ભરવો પડે; કેટરિંગથી માંડી ડેકોરેશન પર 18 ટકા જેટલો ટેક્સ વસૂલાય છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. લગ્ન દીકરાના હોય કે દીકરીના, પણ દરેક ધામધૂમથી લગ્ન કરવા માગે છે. લગ્નમાં થતા વિવિધ પ્રકારના ખર્ચમાં જીએસટી પણ સામેલ હોય છે. જો એક લગ્ન પાછળ અંદાજે 7થી 8 લાખનો ખર્ચ થાય તો એના પર લગભગ રૂ.1 લાખ જીએસટી લાગતો હોય છે.

લગ્નપ્રસંગના મુખ્ય ખર્ચમાં કપડાં-ફૂટવેર, જ્વેલરી, મેરેજ હોલ, મંડપ, ડેકોરેશન, વીડિયોગ્રાફી, બેંડવાજા, બ્યૂટીપાર્લર, કેટરિંગ, કંકોત્રી હોય છે અને આ તમામ પર જીએસટી લાગે છે. વિવિધ સર્વિસ પ્રોવાઈડર જે સેવાના ચાર્જ વસૂલે છે એમાં જીએસટીનો સમાવેશ થઈ જ જતો હોય છે. જો લગ્નમાં પાર્ટી પ્લોટ માટે અંદાજે રૂ. 1.50 લાખ ખર્ચ થાય તો તેની પર 27 હજાર જીએસટી લાગે છે. રૂ. 50 હજારના મંડપ અને ડેકોરેશનના ખર્ચ પર 9 હજાર, જ્યારે કેટરિંગનું બિલ 1.50 લાખ હોય તો અંદાજે 27 હજાર જીએસટી લાગે છે. આવી રીતે જ્વેલરીની રૂ. 1.5થી 2 લાખની ખરીદી કરવામાં આવે તો રૂ. 3થી 4 હજાર જીએસટી ભરવો પડે છે.

ઓલ ઈન્ડિયા કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, બેન્કવેટ કે પાર્ટી પ્લોટ માટે સામાન્ય રીતે 5 લાખ સુધી ખર્ચ થતો હોય છે અને એના પર 18 ટકા જીએસટી લાગે છે. જ્યારે આહાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે કહ્યું હતું કે લગ્નમાં કેટરિંગ સેવાને કોર્પોરેટ ઈવેન્ટ ગણવામાં આવે છે અને 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે. એ જ રીતે ડેકોરેશન, બ્યુટીપાર્લર, ટેક્સી સર્વિસ સહિતની સેવાઓ પર પણ 18 ટકા લેખે જીએસટી ભરવો પડે છે.

બ્યુટીપાર્લર, કંકોત્રી પર પણ 18% ટેક્સ

કપડા5થી12 ટકા
ગોલ્ડ જ્વેલરી3 ટકા
લગ્ન ગાર્ડન18 ટકા
મંડપ18 ટકા
લાઇટિંગ18 ટકા
ડેકોરેશન18 ટકા
બેંડવાજા18 ટકા
ફોટો-વીડિયો18 ટકા
કંકોત્રી18 ટકા
બ્યુટી પાર્લર18 ટકા
કેટરિંગ18 ટકા
ટેક્સી સર્વિસ5 ટકા
અન્ય સમાચારો પણ છે...