નવી સિસ્ટમ:GSTR-1 અને 3‌‌‌B નહિ ભર્યું હોય તો ઈ-વે બિલ નહીં બને

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત રિટર્ન નહીં ભરનારાનાં ઈ-વે બિલ બ્લોક થયાં

નિયમિત જીએસટીઆર1 અને 3બી રિટર્ન નહીં ભરનારા વેપારીઓ હવે ઇ-વે બિલ નહીં બનાવી શકે. આ અંગે તાજેતરમાં સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. તેમજ આ માટેની સુવિધા પોર્ટલ પર શરૂ કરી દેવાઈ છે. કોરોનાના કારણે તેનો અમલ હજુ સુધી કરાયો ન હોતો. જોકે હવે આ નિયમની અમલવારી કરીને પોર્ટલ ઉપર તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

વેપારી દ્વારા ઇ-વે બિલ બનાવવામાં આવે તો માલ વેચાણ કરવા માટે પોતાના જીએસટી નંબરની સાથે જે વેપારીને માલ વેચ્યો હોય તેનો જીએસટી નંબર પણ લખવાનો હોય છે. તેમજ માલ માટે જીએસટી વિભાગે આપેલા એચએસએન કોડ પણ લખવાનો હોય છે. જેથી રિટર્ન ભરવામાં આવે ત્યારે ઇ-વે બિલના આધારે જે જીએસટી પોર્ટલ પર ઓટો પોપ્યુલેટેડ થઇને રિટર્નમાં તે દર્શાવાય છે. બે કરતા વધારે રિટર્ન ભરવાના બાકી હશે તેવા કરદાતાઓના ઇ-વે બિલ સિસ્ટમ બનાવા દેશે નહીં.જેથી કરદાતા- વેપારી માલની હેરફેર કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...