તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ માટે અલગથી ચૂંટણી ઢંઢેરો:કોંગ્રેસ સત્તામાં આવે તો દરેકને કોરોનાની રસી ફ્રીમાં, VS હોસ્પિટલ ફરી શરૂ કરાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે અમદાવાદ માટે અલગથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
  • 50 યુનિટ સુધીના વીજ બિલમાં 100 ટકા રાહત અપાશે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અમદાવાદના નાગરિકોને ચૂંટણી ઢંઢેરા મારફત વચન આપ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન દિપક બાબરિયા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ડો. જીતુ પટેલ સહિતના નેતાઓએ વચન આપ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો અમદાવાદના દરેક નાગરિકને કોરોના વેકસિન વિનામૂલ્યે આપશે.

કોંગ્રેસે શહેરના નાગરિકના આરોગ્યની રક્ષા માટે વીએસને પુન: ધમધમતી, સુપર સિનિયર સિટીઝનને ઘરે બેઠા 24 કલાક ઇમરજન્સી મોબાઇલ ટ્રીટમેન્ટ સહિતની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત શિક્ષણ માટે આધુનિક સ્કૂલ હશે, અંગ્રેજી મીડિયમ સાથે ઇનડોર ગેમ્સ,પ્લે ગ્રાઉન્ડ, મ્યુઝિક, યોગા સહિતની અલ્ટ્રા મોડર્ન સુવિધા હશે. ટેક્સનું માળખું ભારવાળું નહીં, હળવું હશે. 50 વીજ યુનિટ સુધીના વપરાશકારને ઈલેક્ટ્રિસિટી બિલમાં 100 ટકા રાહત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો