મોટો સવાલ / ‘ચુડાસમા સીટ બચાવવા સુપ્રીમ સુધી જઈ શકે છે તો વાલીઓના હિત માટે કેમ નહીં’

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.
X
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.

  • ફી મુદ્દે સરકારે આપેલી રાહતનો પરિપત્ર હાઈકોર્ટે રદ કરતા વાલીમંડળ નારાજ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:03 AM IST

અમદાવાદ. ફી મુદ્દે સરકારે વાલીઓને આપેલી રાહતનો પરીપત્ર હાઇકોર્ટે આજે રદ્દ કરતા વાલી મંડળોની ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ અને હાઇકોર્ટમાં વાલીઓ તરફી કરેલી પીઆઇએલના પીટીશનર નરેશ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી જો પોતાનું ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમકોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓના હિત માટે કેમ સુપ્રિમ કોર્ટ સુધી આ મેટરને લઇ જતા નથી. જ્યારે કે સરકારે જ આ ઠરાવ પાસ કરીને વાલીઓને રાહત આપવાની વાત કરી હતી.

ફી મુદ્દે સરકારે વાલીઓને આપેલી રાહતનો પરીપત્ર હાઇકોર્ટે આજે રદ કરતા વાલી મંડળોની ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ અને હાઇકોર્ટમાં વાલીઓ તરફી કરેલી પીઆઇએલના પિટિશનર નરેશ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી જો પોતાનું ધારાસભ્ય પદ બચાવવા સુપ્રીમકોર્ટ સુધી લડી શકતા હોય તો વાલીઓના હિત માટે કેમ સુપ્રીમ કોર્ટ સુધી કેમ જતા નથી. સરકારે જ આ ઠરાવ પાસ કરીને વાલીઓને રાહત આપવાની વાત કરી હતી.

વાલી મંડળના ઉગ્ર આક્ષેપો બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ લાંબો ન ચાલે અને સૌ કોઈના હિતમાં તેનો બને તેટલો જલદી ઉકેલ લાવવાના ઉમદા હેતુથી આ પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં ન જવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવા હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આગળ વધશે. આ પહેલા હાઇકોર્ટના નિર્દેશ પર તેમણે જણાવ્યું હતું કે, નામદાર હાઇકોર્ટ રાજ્ય સરકાર, વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કર્યો છે કે સ્કૂલો ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખે, સરકારની ઓનલાઇન શિક્ષણની કામગીરીને બિરદાવી છે. આવનારા સમયમાં હાઇકોર્ટના વિસ્તૃત ચુકાદાનો અભ્યાસ કરીને તેનું સંપુર્ણ પાલન કરીશું.

હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરીશું: ચુડાસમા
હાઇકોર્ટે વચગાળાના આદેશ કરતા જણાવ્યું છે કે, શાળાઓ ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખે. સરકારની ઓનલાઇન ભણાવવાની કામગીરીને હાઇકોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચુકાદો આપવાનો બાકી રાખ્યો છે. હાઇકોર્ટનો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નામદાર હાઇકોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે.

HCના ચુકાદાને સરકાર સુપ્રીમમાં પડકારે: કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્ત ડો. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, સરકાર ખાનગી શાળા કોલેજોના સંચાલકોની વકીલાત કરી રહી છે, સરકારની નીતિ અને નિયત સ્પષ્ટ ન હોવાથી ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ લૂંટાઇ રહ્યા છે. સામાન્ય બાબતમાં સુપ્રિમમાં જતી સરકાર વાલીઓનું હીત ઇચ્છતી હોય તો સુપ્રીમ કોર્ટમાં જાય.

ફી માફ નહીં થાય તો ધરણા કરીશું : ધાનાણી
સ્કૂલોની ફીના મામલે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને મુખ્યમંત્રીને કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓની ફી માફી નહીં કરે તો ‘ભણતર નહીં તો વળતર નહીં’ના નારા સાથે ધરણા કરાશે. તેમણે એવી પણ માગ કરી હતી કે, સરકાર વિદ્યાર્થીઓને ફી માફ કરે તેની સામે સ્કૂલોને પણ નાણાંકીય સહાય કરે અથવા લાંબા ગાળાની વગર વ્યાજની લોન આપવી જોઇએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી