હાઇકોર્ટમાં સુનાવણી:છોટુ વસાવા MLA છે તો વિધાનસભામાં રજૂઆત કરે, HC ટકોર પછી PIL પાછી ખેંચવી પડી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ હેઠળ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, તમે ધારાસભ્ય છો તો ગૃહમાં જઇને રજુઆત કરો. જાહેરહિતની અરજીમાં જે દાદ માગી હતી તેની રજુઆતો ગૃહમાં કરવા ચીફ જસ્ટિસની ખંડપીઠે આદેશ કર્યો છે. જેથી છોટુભાઇ વસાવાએ અરજી પાછી ખેંચી લીધી હતી.

છોટુભાઇ વસાવાએ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, રાજય સરકાર શિડ્યુલ એરિયામાં પેસા કાયદાનો યોગ્ય અમલ કરતી નથી. ગ્રામસભાના પાવરને સેન્ટ્રલાઇઝ કરી દેવામાં આવ્યા છે. માત્ર તાલુકા પંચાયત પાસે તેની સત્તા સિમિત કરી દીધી છે. જયા ટ્રાઇબલ એરિયા છે ત્યાં પેસા એક્ટનો અમલ થવો જોઇએ. અમે ગૃહમાં કેટલીક નોટ્સ મોકલીએ છીએ પરંતુ તેને ધ્યાન પર લેવામાં નથી આવતી. ગ્રામસભાને મળનારી સત્તા તાલુકા પંચાયતને આપી દેવામાં આવતા ટ્રાઇબલ એરિયા સાથે અન્યાય થઇ રહ્યો છે.

છોટુભાઇ વસાવા તરફથી એવી પણ રજુઆત કરાઇ હતી કે, તેમણે આખી જીંદગી ટ્રાઇબલ લોકો માટે ખર્ચી છે તેમના હિત માટે રજુઆત કરવાનો મારો હક છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમે સારા ધારાસભ્ય હોઇ શકો તેના માટે અમને કોઇ શંકા નથી, પરતું તમે વિધાનસભામાં જઇને રજુઆત કરો. અરજીમાં એવી પણ રજુઆત કરી હતી કે પેસા કાયદા મુજબ દરેક ગામને ગ્રામસભા હોવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...