મહારાષ્ટ્ર પેટર્ન સૂચવી:અમદાવાદ શહેર બહાર ઢોરવાડા બને તો રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દૂર થઈ શકે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • મ્યુનિ.કમિશનરે સરકારને પત્ર લખી મહારાષ્ટ્ર પેટર્ન સૂચવી

અમદાવાદમાં રખડતા ઢોરથી સર્જાતા અકસ્માતો નિવારવા તમામ ઢોરને શહેર હદની બહાર વસાવવા જોઈએ તેઓ પત્ર મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે શહેરી વિકાસ વિભાગને મોકલ્યો છે.

કમિશનરે સરકારને મહારાષ્ટ્ર પેટર્ન અનુસરી રખડતા ઢોરનો પ્રશ્ન ઉકેલવા સૂચવ્યું છે. કમિશનરના સૂચનનો અમલ થાય તો શહેરમાં પશુપાલકોએ પોતાના ખર્ચે તેમના પશુઓ શહેર બહાર લઈ જવા પડે અને કોઈપણ પશુપાલક શહેરની હદમાં પોતાનું પશુ રાખી શકે નહીં.

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્ને ભારે વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં ભાજપના એક કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે રખડતા ઢોર પકડવા માટેની ટીમ ભ્રષ્ટાચાર કરે છે. સીએનસીડી વિભાગના એક પોલીસ અધિકારી તાજેતરમાં જ લાંચ લેતા પકડાયા હતા.

મહારાષ્ટ્ર પેટર્ન આ પ્રમાણે છે
મહારાષ્ટ્ર સરકારે 1976માં કાયદો બનાવી તમામ ઢોરને શહેરી વિસ્તાર બહાર વસાવવા નિર્ણય કર્યો હતો અને તે કાયદાનો કડક અમલ કરતા મુંબઈ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ શક્યો હતો.

ઢોરને કારણે અકસ્માતના બનેલા બનાવો

  • 29 સપ્ટેમ્બર 2021 છારાનગરમાં ગાયની અડફેટે એક વૃદ્ધાનું મોત થયું.
  • મે, 2019 ગાયની અડફેટ યુવકનું મોત નિપજ્યું હતું.
  • 2020 પશુની અડફેટે સરખેજ રિંગરોડ પર વાહન ચાલકનું મોત થયું હતું.
અન્ય સમાચારો પણ છે...