માનદ વેતન / બિનસરકારી તબીબ સરકાર સાથે કોરોનાની કામગીરી કરશે તો રોજના 5 હજાર મળશે

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 07:31 AM IST

અમદાવાદ. રાજ્ય સરકાર કોરોનાની સારવાર માટે હાલ વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખાનગી તબીબોની સેવા પણ લઈ રહી છે. સરકારી તબીબોનો સ્ટાફ ઓછો પડે તો તેવા સંજોગોમાં ખાનગી તબીબો પણ કામે લાગી શકે તેવા આશયથી તેમની સેવા લેવાઇ રહી છે. આવા તબીબોને રાજ્ય સરકારે સતત સાત દિવસ માટે સેવામાં નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે અને આ દરમિયાન તેઓને દૈનિક 5 હજાર માનદ વેતન અપાશે.

તદ ઉપરાંત જો આ તબીબ સેવા બજાવવાને કારણે કોરોનાથી સંક્રમિત થાય તો રાજ્ય સરકાર તેમને તમામ પ્રકારની દવા ઉપરાંત રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ જેવી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી