તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મૃતકોની ઓટોપ્સી:રક્તવાહિનીમાં વાઇરસને કારણે લોહીના ગઠ્ઠા મળ્યા તો ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયા હતાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓટોપ્સી કરતા ડોક્ટરોની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઓટોપ્સી કરતા ડોક્ટરોની ફાઇલ તસવીર
  • કોરોનાની પ્રથમ લહેરમાં સિવિલમાં 11 અને બીજી લહેરમાં 19 ડેડબોડીની ઓટોપ્સી કરાઇ

કોરોનાને લીઘે શરીરમાં થતાં ફેરફારોનો અભ્યાસ કરવા માટે સિવિલમાં કોવિડના મૃતક દર્દીની ઓટોપ્સી શરૂ કરાઇ છે. કોરોનાની પ્રથમ લહેરમાં લોકોમાં અવેરનેસને અભાવે અઢી મહિનામાં માત્ર 11 ડેડબોડીની જ્યારે બીજી લહેરમાં લોકોમાં અવેરનેસ વધતાં છેલ્લાં 1 મહિનામાં 19 ડેડબોડી મળીને કુલ 30 ડેડબોડીની ઓટોપ્સી કરાઇ છે. જેમાં મોટાભાગના દર્દીમાં ફેફસાં પથ્થર જેવા કઠણ અને રક્તવાહિનીમાં લોહીના ગઠ્ઠા જામી ગયા સિવાય મોટા ફેરફાર જોવા મળ્યા નથી. તેમજ 50 જેટલી ડેડબોડીનું ઓટોપ્સી પછી એનાલિસીસ કરાશે.

નવેમ્બરથી ઓટોપ્સી કરવાનું ચાલુ કર્યું
બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના ડો. હરિશ ખુબચંદાની જણાવે છે કે, ગત વર્ષે કોરોનાના કેસ વધતાં વાયરસને કારણે માનવ શરીરમાં કયા પ્રકારના ફેરફાર થાય અને કયાં અંગો પર અસર કરે છે, તેનું સંશોધન કરવા અમે નવેમ્બરથી ઓટોપ્સી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, મૃતકના સ્વજનોનું કાઉન્સેલિંગ કરવા છતાં ડેડબોડી આપવા તૈયાર થતાં નહોતા. જો કે, સમજાવટ બાદ કેટલાંક સ્વજનો આગળ આવતાં નવેમ્બરથી ફેબ્રુઆરીના અઢી મહિના દરમિયાન 11 ડેડબોડીની ઓટોપ્સી કરી શક્યા હતા.

50 ઓટોપ્સી બાદ એનાલિસિસ કરશે
કોરોનાની બીજી લહેરમાં ડોકટરો લોકોમાં વધેલી અવેરનેસથી 1 મહિનામાં 19 ડેડબોડીની ઓટોપ્સી કરી શકાઇ છે. જો કે, ડેડબોડીની ઓટોપ્સીમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ દર્દીના ફેફસાં પથ્થર જેવા કઠણ થવાની સાથે રક્તવાહિનીઓમાં લોહીના ગઠ્ઠા જોવા મળ્યાં છે. અમારું લક્ષ્યાંક 50 ઓટોપ્સી બાદ એનાલિસીસ કરવાનું છે.

મોટાભાગના મૃતક 40થી 60ની વયજૂથના
ગત વર્ષની નવેમ્બરથી ફેબ્રુઆરીના અઢી મહિના દરમિયાન કરેલી 11 ઓટોપ્સીમાં મોટાભાગના દર્દી 70થી વધુ વયના હતા. પરંતુ, છેલ્લાં 1 મહિનામાં 19 ઓટોપ્સીમાં 40થી 60 વર્ષના લોકોની સંખ્યા વધુ છે. તેમની ઓટોપ્સીમાં ફેફસાં કઠણ થઇ જવાથી લઇને શરીરના અંગોની રક્તવાહિનીઓમાં લોહીના ગઠ્ઠા જામવાની સાથે મોટા ફેરફાર જોવા મળ્યાં નથી.

50 ઓટોપ્સી બાદ એનાલિસીસ કરાશે
લોકોમાં વધેલી જાગૃતિને કારણે હવે લોકો જનહિતમાં મૃતકના સ્વજનો ડેડબોડી આપતાં થયાં છે, જેને પગલે ગત નવેમ્બર-2020થી અત્યાર સુધીમાં કુલ 30 ડેડબોડીની ઓટોપ્સી કરાઇ છે અને 50 ડેડબોડીની ઓટોપ્સી બાદ તેનું એનાલિસીસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...