કોરોનાવાઈરસ:અમદાવાદની 5 ખાનગી હૉસ્પિટલોને સસ્તી જમીનો આપી હતી, તો શું સરકાર તેમને ફ્રીમાં સારવાર કરવા જણાવશે?

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
જીવરાજ મહેતા હૉસ્પિટલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
જીવરાજ મહેતા હૉસ્પિટલની ફાઇલ તસવીર.
  • સર્વોચ્ચ અદાલતે સસ્તી જમીનો આપી તેવી તમામ હોસ્પિટલોની યાદી તૈયાર કરવા સરકારને જણાવ્યું

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, ખાનગી અથવા કોર્પોરેટ હોસ્પિટલોને જે તે સમયે સરકારે મફત અથવા ટોકન ભાડાથી ખૂબ મોટી જમીનો ફાળવી હતી તે હોસ્પિટલો હાલની વિકટ પરિસ્થિતિમાં શું કોરોનાના દર્દીઓને મફત અથવા રાહત દરે સારવાર ના આપી શકે? સર્વોચ્ચ અદાલતે આવી તમામ હોસ્પિટલોની યાદી તૈયાર કરવા સરકારને જણાવ્યું છે તેમજ એક અઠવાડિયામાં આ અંગેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 
અમદાવાદમાં આવી પાંચ હોસ્પિટલો ધ્યાને આવી 
અમદાવાદ સહિત ગુજરાતમાં પણ ઘણી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે જેને સરકાર દ્વારા જે તે સમયે ખૂબ મોટી જગ્યાઓ નજીવી કિંમતે ફાળવી હતી. એસ.જી. હાઈવે પરની  મોટાભાગની હોસ્પિટલોને સરકાર દ્વારા મોકાની જગ્યાએ જમીન અપાઈ છે. સામાજિક અને સખાવતી તથા આરોગ્યના હેતુ માટે 50 ટકા રાહત દરે જમીન આપવાની સરકારી જોગવાઈ છે. કેટલાક ખાસ કિસ્સામાં ટોકન દરે પણ જમીન ફાળવવામાં આવતી હોય છે. અમદાવાદમાં આવી પાંચ હોસ્પિટલો ધ્યાને આવી છે જેને રાજ્ય સરકાર દ્વારા મફત અથવા ટોકન ભાડાથી જમીન ફાળવી છે. કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા હોસ્પિટલોને સ્ટેમ્પ ડ્યુટી અને એફએસઆઈમાં જે તે સમયે રાહત આપવામાં આવેલી છે. તો કેટલાકને બાંધકામના નિયમોમાં વિશેષ લાભ અપાયો છે. લોકોમાં ચર્ચા છે કે, સરકાર પાસેથી મોકાની અને કરોડો રૂપિયાની જમીન મેળવતી આ હોસ્પિટલો કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે મફત સારવાર ન આપી શકે. અમદાવાદની 5 ખાનગી હૉસ્પિટલોને સસ્તી જમીનો આપી હતી, તો શું સરકાર તેમને ફ્રીમાં સારવાર કરવા જણાવશે?
સરકાર પાસેથી રાહત દરે જમીન મેળવનાર અમદાવાદની 5 મોટી હૉસ્પિટલ

હૉસ્પિટલકોવિડ બેડસરકારી જમીનનો લાભ
જીવરાજ મહેતા હૉસ્પિટલ100કોર્પોરેશન દ્વારા જગ્યા અપાઈ
રાજસ્થાન હૉસ્પિટલ    25રાહત દરે જમીન મળી
સ્ટર્લિંગ હૉસ્પિટલ    100રાહત દરે જમીન
એપોલો હૉસ્પિટલ, ભાટ50સરકારી જમીનનો લાભ મળ્યો
જીસીએસ હૉસ્પિટલ    1801 રૂપિયાના ભાડા પટ્ટે જમીન

નિયત કરેલા રેટ પ્રમાણે જ બિલિંગ થાય છે

હોસ્પિટલમાં અમારા એક પણ નવા દર્દીને દાખલ કરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રીફર થઈને આવતા દર્દીઓ માટે તમામ બેડ રિઝર્વ રખાયા છે. દર્દી પાસે એક પણ રૂપિયો ચાર્જ લેવાતો નથી. સરકારે નિયત કરેલા રેટ પ્રમાણે બિલિંગ થાય છે. હાલ રાષ્ટ્રીય આપત્તી જેવી સ્થિતિ છે જેમાં દરેક હોસ્પિટલે સહકાર આપવો જરૂરી છે.- નમિષા ગાંધી, વાઈસ પ્રેસિડન્ટ – સ્ટર્લિંગ હોસ્પિટલ

AMCની ગાઈડલાઈન પ્રમાણે 25 બેડ રિઝર્વ રાખ્યા
 નિયત નિયમોને આધિન રાજસ્થાન હોસ્પિટલના 25 બેડ કોવિડના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલા છે. સરકારે રાજસ્થાન હોસ્પિટલને જમીન આપી છે, પણ તે ક્યારે આપી છે તે જોવું પડશે.- પૃથ્વિરાજ કાંકરીયા, ટ્રસ્ટી –રાજસ્થાન હોસ્પિટલ

25 બેડનો સરકારી, 25 બેડનો હોસ્પિટલ રેટ વસૂલાશે
 કોવિડના દર્દીઓ માટે 50 બેડ રિઝર્વ રછે. આ કુલ બેડ પૈકી 25નો ચાર્જ સરકારી રેટ મુજબ અને 25નો હોસ્પિટલ રેટ મુજબ ચાર્જ વસુલાય છે.  આ અંગે કલેક્ટરને જાણ કરવામાં આવેલી છે.- સંદિપ જોષી, ડેપ્યુટી જનરલ મેનેજર, એપોલો હોસ્પિટલ ભાટ

કોર્પોરેશન દ્વારા જીવરાજ મહેતા હોસ્પિટલને જગ્યા અપાઈ હતી. હોસ્પિટલ તરફથી ચાર્જ વસૂલાતો નથી. ક્ષિતિશ મદનમોહન – સેક્રેટરી, જીવરાજ મહેતા હોસ્પિટલ-જીસીએસ હોસ્પિટલ

સરકારે અમદાવાદની હોસ્પિટલો માટે નિયત કરેલો રેટ

સર્વિસસિલિંગ રેટ AMC દ્વારા નિર્ધારીત રેટ
વોર્ડ10000ખાલી બેડ  -  દર્દી સાથે બેડ
720         -      4500
HDU (હાઈ ડિપેન્ડન્સી યુનિટ)140001080        -       6750
આઈસોલેશન+ICU    190001440        -       9000
વેન્ટિલેશન+આઈસોલેશન+ICU230001800        -       11250

નોંધઃ ઉપરોક્ત રેટ AMC દ્વારા એક દિવસ માટે નિયત કરેલા છે. તેમાં દવાનો ખર્ચ, ડૉક્ટરની વિઝિટ ચાર્જ સામેલ નથી. હૉસ્પિટલો સિલિંગ રેટ મુજબ ચાર્જ વસૂલી શકે છે.  
સુપ્રીમના નિર્દેશ બાદ સુરતની 95 હૉસ્પિટલો તંત્ર સાથે બેઠક કરશે 
સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે સુરત શહેર-જિલ્લાની 15 બેડથી વધુની 95 જેટલી હોસ્પિટલો સાથે તંત્રની બેઠક યોજાશે. સુરતમાં હાલ 2200 બેડની સુવિધાઓ છે. ભાવિ જોખમોને ધ્યાનમાં રાખીને આવાનારા દિવસમાં શહેર અને જિલ્લાની 15 બેડ કે તેથી વધુની 95 હોસ્પિટલોનો સંપર્ક કરવામાં આવશે. સ્મીમેરના 543 બેડનો ઉપયોગ શરૂ થયો નથી. 

અનેક હૉસ્પિટલોને મફતમાં કે રાહત દરે જમીનો આપવામાં આવી છે આવી ચેરિટેબલ હૉસ્પિટલોએ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવી જોઈએ. સરકાર હવે આવી હૉસ્પિટલોને શોધી કાઢે.  - સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચ

અન્ય સમાચારો પણ છે...