આંદોલન:ST નિગમના કર્મચારીઓની ગ્રેડ પે અને મોંઘવારી ભથ્થા સહિત 20 માંગણીઓ નહીં સંતોષાય તો માસ CL પર જવાની ચિમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં એસ.ટી. નિગમના કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું - Divya Bhaskar
ગુજરાતમાં એસ.ટી. નિગમના કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું
  • તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવા યુનિયનની માંગ
  • સાતમા પગાર પંચ મુજબ ગ્રેડ પે ચૂકવવાની પણ માંગણી કરાઈ

ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કાર્યક્રમોની શરૂઆત કરી છે. એસટી નિગમના મુખ્ય ત્રણ કર્મચારી સંગઠનો એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તથા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ તરફથી પોતાની 20 જેટલી માંગને લઇને આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવશે. તેમણે માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરશે
સરકાર એસટી નિગમના કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સ્વીકારે તો 24 સપ્ટેમ્બર સુધી નિગમના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરશે. આ સિવાય 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આ તમામ કર્મચારીઓ રીસેષ સમય દરમિયાન તેમના એસટી સ્ટેશન પર સૂત્રોચ્ચાર કરશે. આમ છતાં જો નિકાલ ન આવે તો 7મી ઓકટોબરથી મધ્યરાત્રીએ માસ CL પર જવાની ચીમકી પણ નિગમના કર્મચારીઓ એ ઉચ્ચારી છે.

એસટી નિગમના કર્મચારીઓ આગામી સમયથી આંદોલન શરૂ કરશે
એસટી નિગમના કર્મચારીઓ આગામી સમયથી આંદોલન શરૂ કરશે

પાંચ ટકા મોંઘવારી ભથ્થુ વધારવા માંગ
હાલ વિવિધ સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર અંતર્ગત 19 હજાર 950 ચૂકવવામાં આવે છે, જેની સામે એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે એકસમાન કરવામાં આવે. આ સિવાય નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 10 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી નિગમ માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5% ટકાનો વધારો કરવામાં આવે.

પગાર મુદ્દે પણ સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો- કર્મચારીઓ
પગાર મુદ્દે પણ સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો- કર્મચારીઓ

મહિલા કર્મચારી માટે રેસ્ટ રૂમ તૈયાર કરવાની માંગ
એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે. હાલ આ ગ્રેડ પે 16,650 અને ડ્રાઈવરને 1800 આપવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચ મુજબ ડ્રાઈવરને અને કંડકટર 1900 ગ્રેડ પે મળવાની જોગવાઈ છે. સાથે સાથે 900 થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલ છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલ કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. યુનિયનની માંગ છે કે તમામ મહિલા કર્મચારીઓ માટે બસ સ્ટેશન પર રેસ્ટ રૂમ તૈયાર કરવામાં આવે.