• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Idol Book Of Sadhuta Written By Shri Premvatsaldasji Swami On The Life Of Mahant Sadguru Shastri Shri Anandpriyadasji Swami Of Kumkum Temple Was Released

અમદાવાદ:કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનાં જીવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત સાધુતાની મૂર્તિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્તિ ગ્રંથ ૨૧૬ પેજમાં છે જેની અંદર સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની જીવનલીલા અને તેમણે આપેલા જીવન સંદેશનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી શાંત ગંભીર પ્રકૃતિ, ક્ષમાશીલ, કોઈને હાની ન થાય એવી ખેવના રાખનાર, સહજ સાધુતાના સ્વામી છે સદગુરુ સ્વામી. એમના સો વર્ષના આયુષ્યમાં વિરક્તિ અને ઉપરતિ એકાકાર થયા છે. જિતેન્દ્રિય, તપના તેજથી ઝળહળતું એમનું વ્યક્તિત્વ છે. મૌન અને સૌમ્ય ભાવશુદ્ધિ એમના ચહેરા પર વિલસે છે.એમના સાનિધ્યમાં આવનારને પારલૌકિક અનુભૂતિ થાય છે, અને એમની દિવ્ય દ્રષ્ટિ થકી જ આશીર્વાદથી જ દિવ્ય અનુભવ થાય છે.

સદગુરુ સ્વામીના હસ્તમાં સદાય ભગવાનની માળા હોય છે અને તેઓ અખંડ ભગવાનનું નામ-સ્મરણ કર્યા કરતા હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલા ૩૨ સંતના લક્ષણથી યુક્ત તેમનું જીવન છે .આ ગ્રંથમાં સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આપેલા જીવન સંદેશોનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, "જો જીવનમાં સુખી થવું હોય તો દીકરાઓને સત્સંગ નો વારસો આપજો." "જે પોતાના દોષ જુએ અને બીજાના ગુણ જુએ તે સત્સંગમાં આગળ વધે છે." આવા અનેક સંદેશો તેમણે આપેલા છે તો આપણે આ સાધુતાની મૂર્તિ સદગ્રંથનું પઠન પાઠન કરીએ અને તેમણે આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારીને કૃતાર્થ બનીએ.

અન્ય સમાચારો પણ છે...