તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોડનો આરોપ:બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વસ્તુઓ પકડવા CID ક્રાઈમના દરોડામાં CCTV રાખી રૂપિયા પડાવવાનો વેપારીઓનો આક્ષેપ, PI ચૌધરીએ 2 લાખ પડાવ્યાનો આરોપ

અમદાવાદએક મહિનો પહેલા
સીસીટીવી બંધ કરાવીને બાદમાં તોડ કરાતો હોવાનો વેપારીઓનો આરોપ - Divya Bhaskar
સીસીટીવી બંધ કરાવીને બાદમાં તોડ કરાતો હોવાનો વેપારીઓનો આરોપ
  • સૌપ્રથમ તો રેડ કરવામાં આવેલા અધિકારી પાસે આઇ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે: વેપારીઓ

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પર CID ક્રાઈમની ટીમોએ દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોતાના કારનામાનો પર્દાફાશ ના થાય તે માટે પોલીસ રેડ કર્યા બાદ તુરંત જ CCTV કેમેરા બંધ કરાવી દે છે અને રૂપિયા પડાવે છે. પોલીસકર્મી ચૌધરીએ 10 લાખની માગ કરી અને રૂ. 2 લાખમાં સેટીંગ કર્યું હતું. આ મામલે વેપારીઓએ એસીબીમાં પણ રજૂઆત કરી છે.

આઈકાર્ડ જોવા માગે તો રિવોલ્વર જોવા કહેતા હોવાનો વેપારીઓનો આરોપ
છેલ્લા કેટલાક સમય થી અમદાવાદ સહિત અનેક શહેરોમાં દ્વારા બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારી ઓને ત્યાં દરોડા પાડવામા આવ્યા છે. જો કે રેડમાં CIDના અધિકારીઓ દ્વારા વેપારીઓને પરેશાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, સૌપ્રથમ તો રેડ કરવામાં આવેલા અધિકારી પાસે આઇ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે. એટલું જ નહિ રેડ કરે કે તરત જ CCTV કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે.

સીઆઇડી ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરીએ રૂ. 2 લાખનો તોડ કર્યાનો વેપારીઓનો આરોપ
સીઆઇડી ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરીએ રૂ. 2 લાખનો તોડ કર્યાનો વેપારીઓનો આરોપ

વેપારી અશ્વિન પટેલનો આક્ષેપ છે કે, પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો
વેપારીએ જણાવ્યું હતું કે, પોલીસે પરફ્યુમ અને બેલ્ટ સહિતનો માલ પડાવી લીધો હતો. જો કે આ પહેલા પણ તેઓએ અનેક જગ્યાએથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. વેપારીઓનું કહેવું છે કે, રેડ કરે કે તરત જ સીસીટીવી બંધ કરાવી દેવામાં આવે છે, જેથી તેમની કરતૂતો કેમેરા કેદ થઈ શકતી નથી. એટલું જ નહીં દુકાનમાં રહેલા માલ ડુપ્લિકેટ છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવતી નથી અને જે મુદ્દામાલ પંચનામુ કરીને જમા કરવામાં આવે છે તે પણ બરોબરી પોતાના પર્સનલ ઉપયોગ માટે ગાયબ થઈ જતો હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો છે.

ચારથી પાંચ દુકાનોમાંથી DVR લેવા પોલીસમાં અરજી કરાઈ પણ મળ્યા ન હોવાનો આરોપ
જ્યારે નવેમ્બર મહિનામાં સી આઇ ડી ક્રાઇમ દ્વારા ગીતા મંદિર મોબાઈલ એસેસરીઝની દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી ચારથી પાંચ દુકાનોમાંથી DVR લઈ જવામાં આવ્યા છે. જે પરત મેળવવા માટે વેપારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી છે. પરંતુ હજી સુધી તેનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.

વેપારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને એસીબીને પૂરાવા આપ્યા હોવાનું જણાવ્યું
વેપારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને એસીબીને પૂરાવા આપ્યા હોવાનું જણાવ્યું

વેપારીઓ રજૂઆત લઈને ACB ઓફિસ પણ પહોંચ્યા
સીઆઇડી ક્રાઇમના પીઆઇ શિલ્પા ચૌધરી, PSI એ.એસ.પાટીલ, ASI વી.એમ ચૌધરી સામે વેપારીઓનો આક્ષેપ છે કે, કોપીરાઇટ્સના નામે ધમકી આપીને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે. આ વેપારીઓ આજે આ તમામની રજૂઆત લઈને ACB ઓફિસ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમને યોગ્ય કાર્યવાહી કરવા માટેનું પણ મૌખિક આશ્વાશન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો