કોરોનાનો કહેર:અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિ. અને કોવિડ કેર સેન્ટરમાં માત્ર 3 ICU બેડ અને 2 વેન્ટિલેટર જ વધ્યા, સિવિલમાં 95 ટકા બેડ ફુલ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના દર્દીની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોનાના દર્દીની ફાઈલ તસવીર
  • અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડ પણ બે દિવસમાં ખૂટી પડે તેવી સ્થિતિ, માત્ર 159 બેડ જ ખાલી
  • અમદાવાદમાં હવે માત્ર કોવિડ સેન્ટરોમાં જ જગ્યા, વધુ હોસ્પિટલો ઉભી કરવી પડે તેવી સ્થિતિ
  • સિવિલની મેડિસિટી હોસ્પિટલમાં એક જ રાતમાં 350 દર્દીઓ આવતા 95 ટકા બેડ ભરાઈ ગયા.

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. એક જ રાતમાં 350થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના 3 બેડ ખાલી
અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 159 ખાનગી હોસ્પિટલો અને 19 કોવિડ કેર સેન્ટરમાં 19 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 3 ઓક્સિજન બેડ અને 2 વેન્ટિલેટર જ ખાલી છે. AHNAની વેબસાઈટના દાવા મુજબ 2 વેન્ટિલેટર અને 3 ઓક્સિજન બેડ હજી ખાલી છે જો કે હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પણ હવે મળતા નથી અને હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. અમદાવાદમાં 159 ખાનગી હોસ્પિટલ અને 100થી વધુ કોવિડ સેન્ટરમાં 8296 બેડમાંથી 1134 બેડ ખાલી છે જેમાં 159 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 818 જેટલા બેડ ખાલી છે.

ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છતાં પરિસ્થિતિ વણસી રહી છે.
ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છતાં પરિસ્થિતિ વણસી રહી છે.

ICUમાં 866 અને વેન્ટિલેટર પર 411 દર્દી સારવાર હેઠળ
AHNAની વેબસાઈટ મુજબ 19 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 159 ખાનગી હોસ્પિટલમાં 5578 બેડમાંથી 159 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેન વોર્ડમાં 201 બેડ, HDUમાં 2131, ICUમાં 866 અને ICUમાં વેન્ટિલેટર પર 411 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરના 2 અને ICUના 3 બેડ વધ્યા
ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરના 2 અને ICUના 3 બેડ વધ્યા

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનના 602 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 425માંથી આઇસોલેન વોર્ડમાં 117બેડ, HDUમાં 115, ICU વેન્ટિલેટર વગરમાં 25 અને વેન્ટિલેટર પર 11 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યા. જ્યારે 19 કોવિડ કેર સેન્ટરમાં 984માંથી આઇસોલેનના 602 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 1309 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 517 બેડ, HDUમાં 518 બેડ, ICU વેન્ટિલેટર વગરમાં 49 અને વેન્ટિલેટર પર 9 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

સિવિલ કેમ્પસમાં આવેલી મેડિસિટી હોસ્પિટલમાં 95 ટકા બેડ ભરાઈ ગયા
સિવિલ કેમ્પસમાં આવેલી મેડિસિટી હોસ્પિટલમાં 95 ટકા બેડ ભરાઈ ગયા

સિવિલ મેડિસિટી હોસ્પિટલમાં 95 ટકા બેડ ફુલ
બીજી તરફ અમદાવાદ સિવિલ મેડિસિટી હોસ્પિટલમાં આજે સવાર 8 વાગ્યાની સ્થિતિમાં કોરોનાના દર્દીઓથી 95 ટકા બેડ ભરાઈ ગયા છે. હોસ્પિટલમાં એક જ રાતમાં 351 દર્દીઓ સિવિલ મેડિસિટી હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાં 70 દર્દીઓ યુ.એન મહેતામાં, 20 દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં જ્યારે બીજા દર્દીઓને બીજા 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.

સિવિલમાં એક જ રાતમાં 350થી વધુ દર્દીઓ એડમિટ કરાયા
સિવિલમાં એક જ રાતમાં 350થી વધુ દર્દીઓ એડમિટ કરાયા

ખાનગી હોસ્પિટલમાં 411 દર્દીઓ વેન્ટિલેટર પર
ખાનગી હોસ્પિટલમાં 411 દર્દીઓ વેન્ટિલેટર પર