તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ઝામ:CSEETની તૈયારીની સાથે હવે મોક ટેસ્ટ કરાવશે આઈસીએસઆઈ

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન, 8મેના લેવાશે એક્ઝામ

કોવિડ 19માં સીએસની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)એ મોટી રાહત આપી છે. આઈસીએસઆઈ, સીએની સાથે યોજાનારી કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીએસઈઈટી)ની તૈયારી માટે ઓનલાઈન ક્લાસની સુવિધા આપશે.તેમાં વિદ્યાર્થીઓને એક્ઝામના સ્વરૂપ અંગે જાણકારી મળશે. સીએસઈઈટી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેની માટે 15 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. સીએસઈઈટીનું આયોજન 8મેના રોજ કરાશે. તેની માટે લિંક પણ જાહેર કરાઈ છે. તેના માધ્યમથી આઈસીએસઆઈના એક્સપર્ટ્સ જોડાશે જેઓ વિદ્યાર્થીઓની જિજ્ઞાસાનું સમાધાન કરશે.

ઈન્સ્ટિટ્યૂટ તરફથી આ ક્લાસ સોમથી શનિવાર સુધી રોજ લેવાશે. તેનો સમય સવારે 7થી 9 સુધી અને સાંજે 5થી 7નો રહેશે. આ ક્લાસ 12મી માર્ચ સુધી લેવાશે. વધારે જાણકારી માટે આઈસીએસઆઈની વેબસાઈટ પર વિઝિટ કરી શકાય છે. આઈસીએસઆઈએ કમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામિનેશન ફાઉન્ડેશન પ્રોગ્રામની એક્ઝામનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. આ એક્ઝામ 5 જૂનથી શરૂ થશે. તેમાં પેપર 1 અને 2 બંને 2-2 સેશનના રહેશે. પેપરનું પ્રથમ સેશન સવારે 9.30થી 11 સુધી અને બીજુ સેશન બપોરે 12થી 1.30 સુધીનું રહેશે. આવી જ રીતે પેપર-2નું પ્રથમ સેશન બપોરે 2.30થી સાંજે 4 સુધી અને બીજુ સેશન સાંજે 5થી 6.30 સુધીનું રહેશે. 6 જૂને પેપર -3 અને પેપર-4 લેવાશે. તેના સેશન પણ પ્રથમ પેપરના આધારે જ લેવાશે. એક્ઝિક્યૂટિવ એક્ઝામનું શેડ્યૂલ પણ જાહેર કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો