આઈક્રિએટ સંસ્થાનો દાવો:icreateના બે સંશોધકોએ હવામાંના વાઈરસનો નાશ કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિકસાવાયું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર એક કલાક, અને તમારો 12*15 ફુટનો રૂમ વાઈરસ રહિત થઈ જશે તેવો આઈક્રિએટ દાવો

માન્યામાં ન આવે  એવો દાવો આઈક્રિએટ સંસ્થાએ કર્યો છે. માત્ર ..... મિનિટમાં હવામાંના વાઈરસને નાશ કરી શકાય છે એવું સંસ્થાનું કહેવું છે.  icreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક આશિષ કનૌજીયા,  નવનીત પાલ અને અંકિત શર્માએ પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા 12*15 ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાઈરસ રહિત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો ‘ડ્રોપલેટ્સ’ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે. ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાઈરસને દૂર કરતું ઉપકરણ વિક્સાવ્યું છે. આ ઉપકરણ એ બલ્બ હોલ્ડરમાં મુકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શકશે. એટલું જ નહી પરંતુ લોકો રોજબરોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શકશે. માત્ર એક કલાકમાં જ 12*15 ફૂટનો રૂમ જંતુરહિત થઈ શક્શે, અને આમાં માત્ર 5 વોટ વીજળી વપરાશે. આ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાઈરસના ચેપથી મુક્ત રાખી શકશે. 24 કલાક ઉપકરણ વાપરી શકાશે અને તેની કોઈ આડઅસર નથી. તેને મેઈન્ટેનન્સ કે રિફિલ કરવાની જરૂર નથી.  આમ આ ઉપકરણ કોરોના વાઈરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાઈરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે. મારા મત પ્રમાણે આ એક ઉચ્ચ કક્ષાનું સંશોધન છે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે. દેશના વડા પ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીએ સહયોગથી ‘આઈક્રિએટ’ને ટેક-ઇનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ માટેની ભારતની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે. હાલમાં, આઇક્રિએટ સંસ્થાએ ટૂંકા સમયગાળાવાળા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે 40 એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરૂ થતાં સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં  રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.

અન્ય સમાચારો પણ છે...