તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા(ICAI)એ CA ફાઉન્ડેશન અને ઈન્ટર મિડિયેટની નવેમ્બર 2020માં યોજાયેલી પરીક્ષાનાં પરિણામો જાહેર કર્યાં છે. આ પરિણામોમાં અમદાવાદના 6 વિદ્યાર્થીએ જ્વલંત સફળતા મેળવી છે. ઈન્ટિર મિડિયેટમાં શ્રેયા ટીબરવાલે નવા કોર્સમાં ઓલ ઈન્ડિયામાં પહેલો નંબર(ઓલ ઈન્ડિયા રેન્ક) મેળવ્યો છે. શ્રેયા ટીબરવાલે 87.63 ટકા મેળવ્યા છે.
શ્રેયાની સાથે સાથે અમદાવાદ સેન્ટરમાંથી ચિરાગ આસવા 7મો, પાર્થ બંસલ 21મો, વૈષ્ણવી પંચાલ 30મો, આસ્થા શાહ 32મો અને વિશ્વા અગ્રવાલ 42મો નંબર મેળવવામાં સફળ રહ્યાં છે. અમદાવાદ સેન્ટરનું જૂના કોર્સનું 6.94 ટકા અને નવા કોર્સનું 32.77 ટકા પરિણામ આવ્યું છે.
નામ | ઓલ ઈન્ડિયા રેન્ક |
શ્રેયા ટીબરવાલ | 1 |
ચિરાગ આસવા | 7 |
પાર્થ બંસલ | 21 |
વૈષ્ણવી પંચાલ | 30 |
આસ્થા શાહ | 32 |
વિશ્વા અગ્રવાલ | 41 |
અઠવાડિયા પહેલાં જાહેર થયેલાં સીએ ફાઈનલનાં પરિણામમાં સુરતનો યુવક દેશમાં બીજા ક્રમે આવ્યો
અઠવાડિયા પહેલાં ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સીએ ફાઇનલનાં પરિણામોમાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે આવ્યો હતો. કાપડ વેપારીના એકના એક દીકરાએ સીએની પરીક્ષામાં ડંકો વગાડતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે મુદિતે બિઝનેસ કરવાની અને MBA કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સીએ ફાઈનલના અમદાવાદ બ્રાંચના રિઝલ્ટમાં ઘટાડો
સીએ ફાઈનલનાં પરિણામોમાં અમદાવાદ બ્રાંચનું ઓલ્ડ કોર્સનું 21.85 ટકા અને ન્યૂ કોર્સનું 31.76 ટકા પરિણામ આવ્યું હતું, જે નવેમ્બર-2019ની તુલનાએ 16.21 ટકાનો અને ન્યૂ કોર્સ પરીક્ષાના પરિણામમાં 4.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે સીએ ન્યૂ કોર્સ નવેમ્બર-20નાં પરિણામની તુલનાએ નવેમ્બર, 2019ની પરિણામમાં કુલ રેન્કર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર-20ની પરીક્ષાના પરિણામમાં ઓલ ઈન્ડિયા લેવલ પર ટોપ 50માં ત્રણ વિદ્યાર્થી ઝળક્યા હતા, તો નવેમ્બર 19માં ટોપ 50માં 11 વિદ્યાર્થી ઝળક્યા હતા. આમ, નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના 5392 વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા હતા. કોરોનાને કારણે વિદ્યાર્થીઓના મનોબળ પર વિપરીત અસર, ઓનલાઈન શિક્ષણકાર્યને કારણે પરિણામમાં ઘટાડો થયો હોવાનું સૂત્રોનું કહેવું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.