તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 'I Will Not Pay The Fine Of The Mask, I Will Collect The Whole Fountain' He Was Sitting Near The Low Garden Corner With His Wife And Child Without Wearing A Mask

દાદાગીરી:‘માસ્કનો દંડ નહિ ભરું, આખું કારંજ ભેગું કરીશ’ કહી યુવકે ધમકી આપતાં ધરપકડ; લો ગાર્ડન કોર્નર પાસે પત્ની-બાળક સાથે માસ્ક પહેર્યા વગર બેઠો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા બધાને બોલાવવાની ધમકી આપી ઘર્ષણ કર્યું

માસ્ક પહેર્યા વગર પત્ની અને બાળક સાથે લો ગાર્ડન કોર્નર પર બેેઠેલા યુવકને પોલીસે હજાર રૂપિયા દંડ ભરવાનું કહેતાં તેણે પહેલાં તો દંડ ભરવાની ના પાડી ત્યારબાદ 200 રૂપિયા હોવાનું કહ્યું હતું. આથી પોલીસેતેને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા જમાલપુરથી લોકોને બોલાવી, આખું કારંજ ભેગું કરવાની ધમકી આપી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

પહેલાં પોલીસ સાથે રકઝક કરી હતી
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભીમજીભાઈ રાણાભાઈ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે લો ગાર્ડન કોર્નર પાસે એક દંપતીને બાળક સાથે બેઠેલું જોયું હતું. તેમાંથી પુરુષે માસ્ક પહેર્યું ન હતું, જેથી પોલીસે તેને રૂ.1 હજાર દંડ ભરવા કહ્યું હતું. જોકે તેણે 200 જ રૂપિયા હોવાનું કહીને પોલીસ સાથે રકઝક કરતા, પોલીસે તેની વિરુદ્ધ કેસ કરવા પોલીસ સ્ટેશને લઈ જવા કહ્યું.

પોલીસ સાથે ઘર્ષણ કર્યું
આથી તેણે પોલીસને ધમકી આપી હતી કે, ‘હું પોલીસ સ્ટેશન નહીં જ આવું અને જોઉં છું કે, તમે મને કેવી રીતે પોલીસ સ્ટેશન લઈ જાવ છો. હું જમાલપુરથી બધાંને બોલાવું છું, અહીં જ આખું કારંજ ભેગું કરું છું.’ આમ કહી તેણે પોલીસ સાથે ઘર્ષણ કરી દંડ ભરવાનો ઈનકાર કરી પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આથી ભીમજીભાઈએ પોલીસની ગાડી બોલાવતા વધારે ફોર્સ આવતા દંડ ભરવાનો વિરોધ કરી પોલીસ સાથે ઘર્ષણ કરનાર મોહંમદ યુસુફભાઈ ગોલવાલા (ઉં.40, સમીરા રેસિડેન્સી, પાંચ પીપળી, આસ્ટોડિયા)ને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મોહંમદ યુસુફભાઈ ગોલવાલા વિરુદ્ધ જાહેરનામા ભંગ અને પોલીસ સાથે ઘર્ષણ કરવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

નારણપુરામાં દંડ મુદ્દે ઝઘડો કરનાર 2 સામે ગુનો
નારણપુરા ચાર રસ્તા પાસેથી બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળેલા જૈતુન દિવ્યેશભાઈ શાહ (ઉં. 22, નરસિંહ સોસાયટી,નારણપુરા) અને સાહિલ કપૂરચંદ બુરાસિયા (ઉં.21, મનીષ સોસાયટી, નારણપુરા)ને પોલીસે રોકી બંનેને રૂ.1-1 હજાર દંડ ભરવાનું કહેતા તેમણે દંડ ભરવાની ના પાડી પોલીસ સાથે રકઝક કરી હતી. એટલું જ નહીં, ‘તમે વરદી પહેરી નથી એટલે તમે દંડ વસૂલી શકો નહીં’ તેમ કહીને પોલીસ સાથે ઝઘડો કરતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...