તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુવતી પ્રેમસંબંધ રાખવાનો અથવા સેક્સ માટે ઇનકાર કરે તો યુવક પોતે અંગત ફોટોઝ-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હોય છે, જોકે અમદાવાદમાં એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. એમાં મહિલાના પ્રેમી સાથેના અંગત ફોટોઝ પ્રેમીની પત્નીએ વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ આ મામલે મહિલા હેલ્પલાઈનની મદદ લેતાં તેમણે પ્રેમીની પત્નીને સમજાવી હતી અને બંને પ્રેમીપંખીડાંને પોતાના સંબંધ પૂરા કરી પોતાના જીવનસાથી સાથે જીવન સુખમય પસાર કરવા સમજાવ્યાં હતાં.
મહિલા પતિને પિયરમાં જવાનું કહી એકબીજાને મળતાં હતાં
અમદાવાદમાં મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. મહિલાને લગ્ન પહેલાં સુમિત(નામ બદલેલ છે) સાથે પ્રેમસંબંધ હતો અને લગ્ન બાદ પણ બંને એકબીજા સાથે પ્રેમમાં જ હતાં. સુમિતના પણ લગ્ન થઈ ગયા હતા, પરંતુ સુમિત પોતાની પત્નીને વતનમાં ઉત્તરપ્રદેશ જ રાખતો હતો. મહિલા પતિને પિયરમાં જવાનું કહી એકબીજાને મળતાં હતાં. ફરવા જતાં ફોટોઝ પણ પડાવ્યા હતા.
પરિવારજનોના અસ્વીકારથી લગ્ન ન થયા, પ્રેમ ચાલુ રાખ્યો
દરમિયાન સુમિતની પત્ની અમદાવાદ રહેવા આવી હતી. તેણે મોબાઈલમાં સુમિત અને મહિલાના ફોટોઝ જોતાં જ આઘાતમાં સરી પડી હતી. પતિને છોડી દેવા માટે મહિલાને ખૂબ જ સમજાવી હતી છતાં તે માની ન હતી. મહિલા અને પતિ વચ્ચે છેલ્લાં 15 વર્ષથી પ્રેમસંબંધ છે અને તેમને લગ્ન કરવાનાં હતાં, પરંતુ પરિવારજનોના અસ્વીકારને કારણે તેમણે લગ્ન કર્યાં ન હતાં અને પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો.
સુમિતની પત્નીએ તેના પતિને છોડવા મહિલાને સમજાવવા છતાં ન માનતાં આ અંગત ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપી હતી, જેથી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી. હેલ્પલાઈનની ટીમે સુમિતની પત્નીને સમજાવ્યું હતું કે આ રીતે કોઈના અંગત ફોટોઝ વાઇરલ કરવા સાઇબર ક્રાઈમ છે. ઉપરાંત લગ્ન બાદ પણ સંબંધ રાખવા ગુનો છે, જેથી બંનેને સમજાવ્યા હતા અને જીવનસાથી સાથે સુખમય જીવન વિતાવવા કહ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.