તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલની દાદાગીરી:તારા બાપની હોસ્પિટલ નથી, 5 મિનિટમાં ડિસ્ચાર્જ આપી દઈશ- ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલના સંચાલકના દીકરાએ દર્દીના સગાને ધમકી આપી

અમદાવાદ5 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • હોસ્પિટલના સંચાલકના પુત્ર અને દર્દીના સગા વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો

કોરોનાકાળમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી ત્યારે કોરોનાની સારવાર કરતી કેટલીક હોસ્પિટલો પૈસા લઈ અને સારવાર વ્યવસ્થિત ન કરતા હોવાની ફરિયાદો ઉઠે છે. ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલમાં ICUમાં દાખલ કોરોનાના દર્દીને હોસ્પિટલના સંચાલક પુત્ર જય શાહે દાદાગીરી કરી તેણે કહ્યું હતું કે, તારા બાપની હોસ્પિટલ નથી, 5 મિનિટમાં ડિસ્ચાર્જ આપી દઈશ. અને તાત્કાલિક બધી સિસ્ટમ બંધ કરી દો કહી દર્દીના સગાને અત્યારે ડિસ્ચાર્જ લઈ લેવા કહેવાયું હતું.

2 લાખથી વધુનું બિલ ભરી દીધું છતાં દર્દીને લઈ જવાની ધમકી
હોસ્પિટલના સંચાલક પુત્ર અને દર્દીના સગા વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તારા બાપની હોસ્પિટલ નથી, 5 મિનિટમાં ડિસ્ચાર્જ કરવાની વાત કરી હતી. 2 લાખથી વધુનું બિલ ભર્યુ હોવા છતાં દર્દીને લઈને જવાની વાત કરી હતી ત્યારે દર્દીના સગાઓએ આ પરિસ્થિતિમાં ક્યાં લઈ જઈએ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ મામલે હોસ્પિટલના સંચાલકનો DivyaBhaskarએ સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

નારણપુરાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતા
દર્દીના પરિવારજન કિંજલ શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નારણપુરામાં રહેતા રાકેશ શાહને 22મીએ રાતે 1.53 વાગ્યાએ ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલ દાખલ કર્યા હતા. દાખલ કર્યા ત્યારથી લઈ બે લાખ રૂપિયા હોસ્પિટલમાં ભર્યા હતા. હોસ્પિટલમાં પૂરતી સગવડ અને ઓક્સિજનને લઈ રાકેશભાઈએ ભત્રીજા રાકેશને જાણ કરી હતી.

સંચાલકે ડિસ્ચાર્જ માટે ફોન કર્યો હતો
દરમિયાનમાં હોસ્પિટલના સંચાલક દિનકર શાહે ફોન કરી રાકેશભાઈનું ડિસ્ચાર્જ લઈ લેવા ફોન કર્યો હતો. જેમાં તેમના પુત્રએ ફોન લઈ વાત કરી હતી, જેમાં ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી કહ્યું હતું કે, અવાજ નીચે રાખીને વાતચીત કર. હોસ્પિટલમાંથી સિસ્ટમ બંધ કરી દઈશ. પાંચ મિનિટમાં નીચે ઉતારી દઈશ પેશન્ટને. દિમાગ નહિ ખાવાનું મારું, સમજી ગયો અને બંધ કરી દો સિસ્ટમ પેશન્ટને અને ડિસ્ચાર્જ આપી દો કહી સ્ટાફને કહે છે. દર્દીના સગાએ કહ્યું હતું કે હા હું ડિસ્ચાર્જ લઈ લઉં છું. ત્યારે જય શાહે કહ્યું હતું કે પાંચ મિનિટમાં લઈને પેમેન્ટ આપીને જજે તેમ કહ્યું હતું. પેમેન્ટ પૂરું પાઇ દીધું છે એમ કહ્યું હતું તો ઉગ્ર ભાષામાં કહ્યું હતું કે તારા બાપની હોસ્પિટલ નથી.

મહામાહીમાં દર્દીને બીજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા
કિંજલ શાહે વધુમાં જણાવ્યું હતું કે અમે બિલ ભરી ત્યાંથી ડિસ્ચાર્જ લઈ અત્યારે કોરોનામાં ક્યાંય ઓક્સિજન બેડ નથી છતાં મહામુસીબતે બીજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. આવી મહામારીમાં સ્ટાફની અછત હોવાના નામે હોસ્પિટલમાંથી દર્દીને લઈ જવાની વાત કરે તો અમે ક્યાં બીજી હોસ્પિટલ શોધવા જઈએ છતાં અમારે ડિસ્ચાર્જ લઈ વધુ તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા

અન્ય સમાચારો પણ છે...