તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ:‘છોકરીને લઇ ગેસ્ટહાઉસમાં ગયો હતો, તારી સામે કેસ થયો છે’ કહી તોડ કરતા 2 નકલી પોલીસ ઝબ્બે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નરોડાના યુવાનને જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને રૂ.30 હજારનો તોડ કર્યો હતો
 • કેશ ન હોવાથી મોબાઈલની દુકાનમાં જઈ દુકાનદારના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડા લીધા

નરોડામાં એક યુવકને,“છોકરી સાથે ગેસ્ટ હાઉસમાં કેમ ગયો હતો? તારે પોલીસ સ્ટેશન આવવું પડશે.” તેમ કહી બે ઈસમો બાઈક પર લઈ ગયા હતા અને પૈસા લઈને છોડી મૂકવાની વાત કરતા મોબાઈલની દુકાને દુકાનદારના ખાતામાં પૈસા જમા કરાવી રૂ.30 હજારનો તોડ કર્યો હતો. આ અંગે યુવાને ફરિયાદ કરતા નરોડા પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા હતા.

મેઘાણીનગરમાં રહેતો મનોજ પટણી નરોડા જીઆઇડીસીમાં નોકરી કરે છે. ગત ફેબ્રુઆરીમાં મનોજ નરોડા સુતરના ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લા પર ઉભો હતો. ત્યારે બાઈક પર બે શખસો આવ્યા હતા અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં છે, તેવી ઓળખ આપી ઉઠાવી લીધો હતો. બંને શખસોએ મનોજને કહ્યું કે થોડીવાર પહેલા એક છોકરી સાથે ઓઢવ ખાતે આવેલી શિવકુંજ હોટલમાં ગયો હતો. જેથી તેની પર કેસ થયો છે અને તેઓને ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે. ત્યાર પછી બંને શખસોએ કહ્યુું કે તમારે જેલમાં ના જવું હોય તો, અમને ખર્ચના પૈસા આપી દો. જેથી મનોજભાઈ પાસે રોકડ રકમ ન હોવાથી નાના ચિલોડામાં એક મોબાઇલ દુકાનમાં ગયા હતા. જ્યાં દુકાનદારના ખાતામાં તેઓએ રૂ.30 હજાર તથા ચાર્જના રૂ.900 એમ કુલ રૂ.30,900 ટ્રાન્સફર કર્યા હતા અને સામે રોકડ રૂ.30 હજાર દુકાનદાર પાસેથી લઈને નકલી પોલીસ બનીને આવેલા બે શખસોને આપ્યા હતા.

નરોડા ડી સ્ટાફના ધૂમકેતુ આત્મારામ, પંકેશ ધનાભાઇ અને પીએસઆઇ એ.એમ.પટેલને બાતમી મળતા વોચ ગોઠવી હતી અને અમિત ઉર્ફે ભૂરિયો કનૈયાલાલ નાગર અને યુનુસ નાસીરખાન રાણાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અગાઉ પણ લોકોને લૂટ્યાં હતા
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ આ જ રીતે શહેરકોટડા અને અમરાઇવાડીમાં પણ લોકોને ક્રાઇમ બ્રાન્ચના નામે લૂંટ્યા છે. જેથી પોલીસે આ મામલે પણ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો