ક્રાઇમ / બાપુનગરમાં મિત્રને આપેલો ફોન પરત માગતા છરી મારી

I stabbed a friend in Bapunagar who wanted to return the phone
X
I stabbed a friend in Bapunagar who wanted to return the phone

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

અમદાવાદ. બાપુનગરના પન્ના એસ્ટેટ પાસે એક યુવકે તેના મિત્રને કવાલી સાંભળવા ફોન આપ્યો હતો. જોકે યુવકે ફોન પર માગ્યો તો તેના મિત્રે તેની સાથે ઝઘડો કર્યો હતો. આ અદાવતને ધ્યાનમાં રાખીને મિત્રે તેના મળતિયાને સાથે રાખીને યુવક સાથે મારઝૂડ કરી છરીનો ઘા મારી દીધો હતો. આ અંગે બાપુનગર પોલીસે બે લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. નરનારાયણ એસ્ટેટમાં રહેતા મોહંમદ સલીમ શેખની ફરિયાદના આધારે પોલીસે તેના મિત્ર કલ્લુ ઉર્ફે કલવા અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી