તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:સલાહ આપવા આવેલા યુવકને માથામાં ઈંટ મારી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘તું મને કહેનારો કોણ’ તેમ કહી ઝઘડો કર્યો

નરોડામાં નીચે પડી ગયેલા એક્ટિવા ચાલકે સલાહ આપનાર યુવકને માર મારી જાતિ વિષયક ગાળો બોલી યુવકને માથામાં ઇંટ મારી હતી. પોલીસે આરોપી કુલદિપસિંહ વાઘેલા, પ્રદ્યુમન રહેવાર સહિત 3 સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

નરોડા આગમન રેસિડેન્સીમાં રહેતા 28 વર્ષીય જયેશ પરમાર રાતે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા. એ દરમિયાન પાછળ આવતો એક એક્ટિવાચાલક નીચે પડી જતા, જયેશે તેની પાસે જઇને કહ્યું કે, ભાઇ જોઇને ચલાવો ને, આ સાંભળી એક્ટિવાચાલકે ભડકીને કહ્યું કે, તું મને કહેનારો કોણ? તારું નામ શું છે?

જયેશે પોતાનું નામ-સરનામું જણાવતાં એક્ટિવાચાલેકે જયેશને જાતિ વિષયક ગંદી ગાળો બોલી, માર્યો હતો. દરમિયાન બીજા બે યુવકોએ ત્યાં આવી જયેશને ‘તું હલકી જાતવાળો અમારી સામે બોલી કેમ શકે?’ તેમ કહીને જયેશને માથામાં ઇંટ મારી હતી. લોકો ભેગા થઇ જતાં ત્રણેય જણાં ભાગી ગયા હતા. દરમિયાન ઘટના સ્થળે આવેલા જયેશના મિત્રો તેને સારવાર અર્થે સિવિલમાં લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...