મુખ્યમંત્રીનો પત્ર:તમે કોઈ નક્કર કે સ્પષ્ટ જવાબ ન આપતા નાછૂટકે મારે પત્ર લખવો પડ્યો છે : રૂપાણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર.
  • ચેમ્બરના પૂર્વ પ્રમુખોએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરતાં મુખ્યમંત્રીનો પત્ર

બે દિવસ પહેલાં ગુજરાત ચેમ્બરની ઓનલાઇન મીટિંગમાં થયેલી ચર્ચાની યાદી કોંગ્રેસે બહાર પાડી હતી. મીટિંગમાં ગુજરાતના ઉદ્યોગોને પહેલા સ્થાનેથી દસમા ક્રમે ધકેલવામાં સરકાર અને ભ્રષ્ટ અધિકારી જવાબદાર છે. લાંચ-રુશ્વત તેની મર્યાદા ઓળંગી રહી છે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ચેમ્બરના પ્રમુખ નટુ પટેલને પત્ર લખ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ચેમ્બરના પત્રમાં દર્શાવાયેલી બાબતો સાથે વારંવાર ટેલિફોન પર ચર્ચા થઈ છે. આમ છતાં તમારા (ચેમ્બરના પ્રમુખ) તરફથી કોઈ નક્કર કે સ્પષ્ટ જવાબ ન મળતાં નાછૂટકે પત્ર લખવો પડ્યો છે. મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત વિશ્વભરના રોકાણકારો અને ઉદ્યોગકારોની પહેલી પસંદ છે. તેમણે ટકોર કરી હતી કે, સરકાર-ચેમ્બરના સંબંધોને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે.

પંકજભાઈના નિવેદનથી ઘણું દુ:ખ થયું : CM

  • પંકજ પટેલ વિશે તેમણે કહ્યું કે, હું અને પંકજભાઈ છેલ્લાં પાંચ વર્ષથી વિવિધ વિષયો પર મુક્ત મને વાત કરતા રહીએ છીએ. તેઓ વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટના એડવાઇઝરી કમિટીની સભ્ય પણ છે. તેમના આ નિવેદનથી મને ઘણું દુ:ખ થયું છે.
  • શંકર પટેલે પ્રદૂષણ પર્યાવરણના નામે ઉદ્યોગોને બ્લેકમેલકરવામાં આવતો હોવાનો જે આક્ષેપ કર્યો છે તે પાયાવિહોણા છે.
  • રોહિત પટેલે કરેલા સરકાર અસરકારક રહી નથી તેવો આક્ષેપ કર્યો હતો, તેના જવાબમાં રૂપાણીએ કહ્યું કે, સરકારની હેરાનગતિને કારણે રાજ્યમાંથી કોઈ ઉદ્યોગ અન્ય રાજ્યમાં ગયાનો દાખલો નથી.
અન્ય સમાચારો પણ છે...