તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઠિયાએ દમ માર્યો:મેં અમીન-દરજી જેવા ઘણાં પીઆઈને સસ્પેન્ડ કરાવ્યા છે, તમને પણ કરાવી દઈશ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ બ્રહ્મભટ્ટ - Divya Bhaskar
મનીષ બ્રહ્મભટ્ટ
  • ભાડેથી મિત્રની ગાડી લીધી અને પાછી ન આપી
  • પોલીસે છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ગઠિયાએ PSIને પોલીસ સ્ટેશનમાં જ દમ માર્યો

અન્ના હજારેના કહેવાતા સમર્થક તેમજ આમ આદમી પાર્ટીના માજી કાર્યકર મનીષ બ્રહ્મભટ્ટ નામના ગઠિયાએ મિત્રની જ ગાડીનો ફાંદો કરતાં વાસણા પોલીસે મનીષની ધરપકડ કરી હતી. ધરપકડ કરતાં મનીષે પીએસઆઈને ધમકી આપી કે, મેં અગાઉ અમીન-દરજી જેવા ઘણાં પીઆઈને સસ્પેન્ડ કરાવ્યા છે, તમને પણ કરાવી દઈશ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી જઈશ. તેમ કહીને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

મૂળ પાલનપુરના ચંડીસરના વતની અને ઘાટલોડિયા સન ડિવાઈનમાં રહેતા મનીષ બ્રહ્મભટ્ટે તેના મિત્ર દિપેશ સોનીની વર્ના ગાડી બહારગામ જવા માટે ભાડેથી લઈ જઈ, પાછી ન આપી, અમદાવાદમાં જ બિન્દાસ ફરતો હતો. જેથી દિપેશે ગાડી પાછી માગતા મનીષે તેને ધમકી આપી હતી કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, જેને કહેવું હોય તેને કહે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર. તને ગાડી પાછી નહીં જ મળે.

જેથી દિપેશ સોનીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં બુધવારે રાતે મનીષની ધરપકડ કરી હતી. પીએસઆઈ એસ.બી. ચૌધરીએ કાર્યવાહી કરતા મનીષે તેમને કહ્યું કે, તમે મને ખોટી રીતે આ ગુનામાં અટક કરો છો. હું તમને જોઈ લઈશ, હું પણ જોઉં છું કે તમે કેવી રીતે નોકરી કરો છો, અગાઉ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.અમીન અને દરજીને સસ્પેન્ડ કરાવ્યા છે. તમને પણ સસ્પેન્ડ કરાવી દઈશ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી જઈશ, તમને છોડીશ નહીં. જેથી વાસણા પીઆઈ એ. આઇ. મહેતાએ મનીષ વિરુદ્ધ કામગીરીમાં દખલ કરવા અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને વર્ના ગાડી, મોબાઇલ કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...