યુવતીનું નિવેદન:રેગિંગ મામલે મેડિકલની વિદ્યાર્થિનીએ કહ્યું, મેં આવી કોઈ ફરિયાદ કરી નથી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શારદાબેન હોસ્પિ.માં પીજી મેડિકલ કરતી વિદ્યાર્થિનીએ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની સામે કરેલી રેગિંગની ફરિયાદના અનુસંધાને એનએચએલ મેડિકલ કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ ફરિયાદી યુવતીનું નિવેદન લીધું હતું. જેમાં તેમણે રેગિંગની કોઈની સામે ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.

શારદાબેન હોસ્પિટલમાં પીજી મેડિકલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ માર્ચમાં એસવીપીના રેસિડેન્ટ ડોક્ટરની સામે રેગિંગની ફરિયાદ કરી હતી. કોલેજને હેલ્પલાઈન તરફથી આ અંગે પૂછપરછ કરાઈ હતી. એનએચએલ મેડિકલ કોલેજ એન્ટિ રેગિંગ કમિટીની બેઠકમાં ફરિયાદ અંગે જે વિદ્યાર્થીનું નામ આવ્યું હતું, તેનું નિવેદન લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...