તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂઝિવ વૉક વિથ ટૉક:હું મોદીજી માટે યાત્રામાં જોડાયો છું, ખેડૂત આંદોલન અમેરિકાએ શરૂ કરાવ્યું છે, જે મોદીને દબાવવા માટેનું આંદોલન છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
મધ્યપ્રદેશથી આવેલા યાત્રિકો પણ દાંડીયાત્રામાં જોડાયા.
  • અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત થશે

અમદાવાદમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમ બાદ વડાપ્રધાને દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં દેશના અન્ય રાજ્યમાંથી પણ લોકો જોડાયાં હતાં. 81 લોકોમાં બિઝનેસમેન, સ્પોર્ટ્સ કોચ, કોલેજ સ્ટુડન્ટ્સ, શૉફ, નોકરિયાત, સામાજિક કાર્યકરો, કૃષિ નિષ્ણાંતો, યોગા ટ્રેનર જેવા ક્ષેત્રોના લોકો જોડાયાં છે. ત્યારે પદયાત્રા કરનારા કેટલાક લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી.

અમેરિકાએ આ ખેડૂત આંદોલન શરૂ કરાવ્યું
મધ્યપ્રદેશથી આવેલા એક વયોવૃદ્ધે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મારાથી યાત્રામાં ચાલતા દાંડી જવું એ ભગવાન કરાવી રહ્યો છે. આ દેશમાં શું ચાલી રહ્યું છે એની એક એક વાત ભગવાને મને જણાવી છે. દેશને બચાવવાના તમામ રસ્તાઓ છે મારી પાસે. આ યાત્રા ગાંધીજી પ્રેરિત છે એટલે કે મોદી પ્રેરિત છે એટલે તમે આવ્યા છો એના જવાબમાં એમણે જણાવ્યું હતું કે અમે મોદી માટે જ જઈ રહ્યાં છીએ. અમેરિકાએ આ ખેડૂત આંદોલન શરુ કરાવ્યું છે એ મારા આત્માએ મને કહ્યું છે. આ મોદીને દબાવવા માટે આ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ ઉગ્રવાદીઓનું ષડયંત્ર છે આ કોઈ ખેડૂત આંદોલન નથી.

મોદીના નેતૃત્વમાં આ ભારત ફરીથી મજબૂત થશે
મધ્યપ્રદેશના એક ડૉક્ટર પણ આ યાત્રામાં જોડાયા છે. તેમણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીમાં આ દેશની આત્મા વસે છે. દેશના વિકાસ માટે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ, ગામડાનો વિકાસ જેનાથી દેશનો વિકાસ થશે. આપણે ગ્રામિણ વિસ્તારોમાં પોતાની જુની બાબતો ભુલી રહ્યાં હતાં. એટલે આપણે કમજોર થઈ રહ્યાં હતાં. હવે મોદીના નેતૃત્વમાં આ ભારત ફરીથી મજબૂત થશે.

મધ્ય પ્રદેશ અને તામિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ યાત્રામાં જોડાયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું હતું.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી ગયાં હતાં. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો