તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારના પરિપત્ર બાદ અમદાવાદ જિલ્લા પંચાયત 45 જેટલી સ્કૂલો મર્ચ કરવાનો નિર્ણય કરી આ માહિતી કોઇને પણ નહીં આપવા ભાજપના ચેરમેને લેખિત જાણ કરી હોવાનું જણાવતા કહ્યું કે, કોંગ્રેસ ખોટુ બોલે છે એટલે જ 25 વર્ષથી સત્તા પર નથી. બીજીબાજુ કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો છેકે, શિક્ષણ સમિતીમાં ભ્રષ્ટાચાર આચરી તમામ હદ પાર કરી દેવાઇ છે. પ્રજાના પૈસાનો વ્યય કરાય છે. અમદાવાદ જિલ્લાની ધો.1થી 8ની અંદાજે 45 જેટલી સ્કૂલો મર્જ કરી દેવાઇ છે. હાલ સ્કૂલો બંધ હોવાથી વાલીઓનો વિરોધ નહીં થાય. પરંતુ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે, ભાજપ સભ્યો આખી ગ્રાન્ટ ચાંઉ કરી જઇ ખુલ્લેઆમ ભ્રષ્ટાચર આચરે છે, તેમાં કોઇ કરકસર કરતા નથી.
પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરૂ પાડવામાં નાણાંની બચતનો ડોહળ કરે છે. આદિવાસી વિસ્તારમાં સ્કૂલો બંધ કરી લાંબા અંતરની સ્કૂલમાં મર્ચ કરી દીધી છે. જેનાથી આદિવાસી સહિતના વિસ્તારોના બાળકોમાં શિક્ષણ ઘટશે. લાંબા અંતરની સ્કૂલોમાં વાલીઓ પોતાની દિકારીઓને નહીં મોકલે. પરિણામે દિકરીઓ પૂરતુ શિક્ષણ મેળવી શકશે નહીં. શિક્ષણ સમિતીના ચેરમેન કિરીટસિંહ ડાભીએ કહ્યું કે, આઠ વિદ્યાર્થી અને ચાર શિક્ષણ હોય તો સ્કૂલ બંધ કરાય કે ચાલુ રખાય ? છેલ્લા પાંચ વર્ષથી કેટલાય શિક્ષકો બેઠા બેઠા સરકારી પગાર મેળવતા હતાં. તેના બદલે સ્કૂલો બંધ કરી નજીકની સ્કૂલમાં મર્જ કરી છે. રાજ્ય સરકારના આદેશથી આ નિર્ણય લેવાયો છે. આ અંગે કોઇને માહિતી નહીં આપવા મારા દ્વારા ડીપીઓને લેખિત જાણ કરાઇ છે. સ્કૂલ બંધની કોઇ ફાઇલ નથી.
આવી કોઇ ફાઇલ મારા ઘરે નથી. કોંગ્રેસના સભ્યોને સાચા મુદ્દા દેખાતા નથી. આવા શિક્ષકોને છાવરવાના બદલે સાથે રહીં બાળકોનું ભવિષ્ય ઉજવળ કરે. જવાબમાં કોંગ્રેસના સભ્ય કહ્યું કે, ચેરમેન સ્કૂલ બંધ કરવાના બદલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનું આયોજન કરે તો સારૂ. કરકસર કરેલા નાણાં વિકાસ મારફત ભાજપના સભ્યોના ખિસ્સામાં જ જાય છે. કોંંગ્રેસના સભ્યે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, શિક્ષણ સમિતિમાં ભાજપે ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી દીધી છે. પ્રજાના પૈસાનો વ્યય કરાઇ રહ્યો છે. હાલ સ્કૂલો બંધ છે. ત્યારે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે હોબાળો થવાની શક્યતાઓ રહેલી છે.
સપ્ટેમ્બરમાં સમિતિની બેઠક કાગળ પર મળી છે
ગત સપ્ટેમ્બર મહિનામાં શિક્ષણ સમિતીની કાગળ ઉપર જ બેઠક બોલાવાઇ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સીસીટીવીના ફુટેજની માંગ કરી તો પણ આપવામાં આવ્યા નહીં. ડીડીઓની પણ સંડોવણી છે. સમિતીના સભ્યો હાજર ન હતાં, આમ છતાં ફોન પર નિર્ણય લઇ ઠરાવ કરી દેવાયા છે. ડીપીઓની પણ સંડોવણી હોવાનું મનાય છે. ભાજપના સત્તાધીશોના ઇશારે ડીપીઓ મગનું નામ મરી પાડતા નથી. ફર્નિચરથી લઇ તમામ ચીજવસ્તુઓની ખરીદીમાં પણ મોટાપાય ગોટાળા થયા છે. આમ છતાં ડીડીઓ ચૂપકિદી સેવી રહ્યા છે. - મનીષ મકવાણા, કોંગ્રેસ સભ્ય, અમદાવાદ જિલ્લા પંચાયત
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.