માનગઢકાંડની 108મી વરસી:‘...અંગ્રેજીયા નહીં માનુ રે નહીં માનુ’ આદિવાસીઓના લોકગીતોમાં આજે પણ સંભળાય છે હત્યાકાંડની ગૂંજ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોવિંદ ગુરુ આદિવાસીમાં આજે પણ પૂજનીય છે. - Divya Bhaskar
ગોવિંદ ગુરુ આદિવાસીમાં આજે પણ પૂજનીય છે.
  • 1913માં બ્રિટિશરોએ આદિવાસીઓ પર ગોળીઓ ચલાવી હતી

સંતરામપુરની નજીક રાજસ્થાનની હદ પાસે આવેલો માનગઢ પર્વત માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત વિવિધ રાજ્યોના આદિવાસીઓ માટે મહત્ત્વનું સ્થાન છે. તેનું કારણ છે 1913ની 17મી નવેમ્બરે આ પર્વત પર સર્જાયેલી ઐતિહાસિક ઘટના.

જલિયાવાલા બાગ હત્યાકાંડે દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. પણ આ ઘટનાના 6 વર્ષ પહેલા ગુજરાતના માનગઢ પર્વત પર બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસીઓના સંહારની ઘટના દાયકાઓ સુધી અજાણી રહી હતી. જો કે સ્થાનિક આદિવાસીઓના લોકગીતોમાં આજે પણ માનગઢ હત્યાંકાડની બર્બરતા અને બ્રિટિશરો વિરુદ્ધ ઝઝૂમેલા આદિવાસીઓને યાદ કરાય છે. ઇતિહાસના અધ્યાપક ગણેશ નિસરતા જણાવે છે કે આદિવાસીઓમાં આજે પણ ‘નહીં માનુ રે નહીં માનુ અંગ્રેજિયા...’, ‘સામી છાતીએ લડવું રે આઝાદીની લડાઈ..’, ‘માંજરી રે આંખનો ભૂરિયા (અંગ્રેજો) જાજે તારા દેશ’ જેવા ગીતો ગાવામાં આવે છે.

આ કારણે માનગઢ હત્યાકાંડ સર્જાયો હતો
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રો.અરૂણ વાઘેલાએ જણાવ્યું કે 1913માં માનગઢ હત્યાકાંડ પહેલા ગોવિંદ ગુરુએ આદિવાસીઓમાં ધાર્મિક અને સામાજિક સુધારણાની મોટી ચળવળ શરૂ કરી જેના કારણે આદિવાસીઓએ નશાનો ત્યાગ કરતા થયા. પરિણામે દારુના વેચાણમાંથી થતી બ્રિટિશરો અને રજવાડાની આવકમાં ઘટાડો થયો. જેના કારણે ચળવળનું દમન શરૂ કર્યું. 1913ની 17 નવેમ્બરે ગોવિંદ ગુરુની હાકલ બાદ માનગઢ પર આદિવાસીઓ એકત્ર થયા જેના પર બ્રિટિશરોએ ગોળીબાર કર્યો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી માર્યા ગયા તથા ગોવિંદ ગુરુની ધરપકડ કરાઈ હતી.

ગાંધીયુગ પહેલાંનું મોટું આંદોલન હતું
19મી સદીના પ્રારંભમાં ગોવિંદ ગુરુએ શરૂ કરેલું ભગત આંદોલન 1920માં ગાંધીયુગના મંડાણ થયા એ પહેલાની આઝાદીની મોટી લડાઈમાં પરિણમ્યું હતું. ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળના પગલે આદિવાસીઓએ તેમનું દમન કરનાર બ્રિટિશરો સામે ઝઝૂમ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...