કોંગ્રેસે વટવા વિધાનસભા પરથી બળવંત ગઢવીનું નામ જાહેર કર્યું છે. બળવંત ગઢવીનું નામ જાહેર થતા જ કોંગ્રેસ કાર્યાલયર પર કેટલાક કાર્યકરોએ આવીને હોબાળો કર્યો હતો અને બળવંત ગઢવીનો વિરોધ કર્યો હતો. વિરોધ મામલે બળવંત ગઢવીએ કહ્યું વિરોધ કરવાનો સૌનો હક છે. અમે એક જ પરિવારના છીએ અને પરિવારની નારાજગી દૂર કરીશ.
હું આયાતી ઉમેદવાર નથી
બળવંત ગઢવીનું વટવા વિધાનસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થતા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ઉમેદવાર ના હોવાના કારણે તથા પૈસા આપીને ટીકીટ મેળવી હોવાના આક્ષેપ સાથે બળવંત ગઢવીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આક્ષેપ મામલે બળવંત ગઢવીએ જણાવ્યું હતું કે હું ભાજપમાંથી નથી આવ્યો, કોંગ્રેસમાં જ છું અને જિલ્લા પ્રમુખ છું એટલે હું આયાતી ઉમેદવાર નથી.
પરિવારમાં નારાજગી હોય શકે છે
જે લોકોને ટીકીટ ના મળી હોય તે લોકો જ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે જેથી લોકો વિરોધ કરે છે. પરિવારમાં નારાજગી હોય શકે છે પરંતુ આ નારાજગી દૂર કરીશ. ગઈ વખતે અમારા મતદારો મત ના આપી શક્યા કારણકે ગઈ વખતે તંત્ર અને મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મેં પૈસા આપીને ટીકીટ નથી લીધી, લોકો ખોટા આક્ષેપ કરે છે. 25 વર્ષથી કામ કરૂં છું પાર્ટીએ મારું કામ જોઈને પસંદગી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.