HCમાં અરજી:પત્ની માનસિક બીમાર હોવાનું કહી દીકરીની કસ્ટડી માટે US આર્મીમાં નોકરી કરતાં પતિની રજૂઆત

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • અમેરિકી કોર્ટે દીકરીની કસ્ટડી પિતાને સોંપવા આદેશ કર્યો હોવાથી મામલો ગૂંચાયો

મૂળ ભારતીય પરંતુ અમેરિકન આર્મીમાં ફરજ બજાવતા સિટીઝન પતિ-પત્ની વચ્ચે દીકરીની કસ્ટડી મેળવવા અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પતિએ પત્નીની માનસિક સ્થિતિ અતિ વિચિત્ર હોવાથી દીકરીની કસ્ટડી મેળવવા કોર્ટમાં રજૂઆત કરી છે. ગમે ત્યારે માનસિક દોરા પડતાં હોય ત્યારે અન્યને નુકસાન કરી દેતી હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે. આ સંજોગોમાં દીકરીને તેની સાથે રાખી શકાય નહિ. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે પોલીસ અને પત્નીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી પહેલી ફેબ્રુઆરીએ મુકરર કરી છે.

પતિએ એવી રજૂઆત કરી હતી કે, તે અમેરિકાના ટેક્સાસમાં રહે છે અને યુ.એસ.આર્મીમાં ફરજ બજાવે છે. તે તામિલ અને પત્ની ગુજરાતી છે, બંને અમેરિકાના સિટીઝન છે. દીકરીના જન્મ બાદ લગ્નજીવનમાં ભંગાણ પડતાં ટેક્સાસ કોર્ટે દીકરીની કસ્ટડી પિતાને સોંપવા આદેશ કર્યો હતો. દરમિયાન માર્ચમાં પત્નીની માતાની તબિયત બગડતાં 3 જણ સાથે ભારત આવ્યા હતા. એક રાતે પત્ની કોઈને કહ્યા વગર પતિને સૂતો મૂકીને તેની દીકરીને લઈને ભાગી ગઈ હતી, તેને શોધવા પતિ અમદાવાદ તેના પિયરમાં આવ્યો ત્યારે પિયરિયાંએ તેને ઘરમાં નહીં આવવા દઈ ઢોર માર માર્યો હતો.

ગુજરાતી કે હિન્દી ભાષા નહીં આવડતી હોવાથી કોઈને સાથે લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ તેના પાસપોર્ટને અન્ય ડોક્યુમેન્ટ્સ પણ પોતાની પાસે રાખી લીધા છે. હાઈકોર્ટે એવી ટકોર કરી કે, અમેરિકાની કોર્ટે હુકમ કર્યો છે તેમાં ભારતની કોર્ટ દખલ કરી શકે કે નહી? તે અંગે કાયદેસરતા તપાસવી પડશે. કોર્ટે સરકારને અને પત્નીને નોટિસ પાઠવી છે.

પત્ની માનસિક બીમાર હોવાના પેપર રજૂ કર્યા
પતિએ કોર્ટમાં પત્નીની સારવાર કરતાં તબીબોના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. તેમાં એવી રજૂઆત કરાઇ હતી કે તેની પત્નીની માનસિક સ્થિતિ અત્યંત વિચિત્ર છે. ટેક્સાસ કોર્ટે દીકરીની કસ્ટડી પિતાને સોંપવા આદેશ કર્યો છે. તેની ઉપરવટ જઈને પત્ની દિકરીને લઈને જતી રહે તે ગેરબંધારણીય છે. કોર્ટે એવી ટકોર કરી કે 7 વર્ષ સુધી સંતાનને માતાની સહુથી વધુ જરૂર હોય છે. કાયદા અનુસાર 7 વર્ષ સુધી સંતાન તેની માતા પાસે જ રહી શકે. એમાં પણ જ્યારે સંતાનમાં દિકરી હોય ત્યારે માતા પાસે વધુ સલામત રહે છે. પિતાએ એવી દલીલ કરી હતી કે તે ૩૦ જાન્યુઆરીએ યુ એસ જાય તે પહેલાં દીકરીની કસ્ટડી મળે.

અન્ય સમાચારો પણ છે...