યુવતીની પતિ વિરૂદ્ધ ફરિયાદ:અમદાવાદમાં પત્ની સાથે પતિનું અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં પરણિત યુવતી સાથે તેનો પતિ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો જેને લઈને યુવતી પોતાના પતિને સમજાવતી પણ હતી. પરંતુ પતિના ત્રાસથી કંટાળીને યુવતી પિયરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

પતિની હરકતોથી કંટાળી યુવતી પિયરમાં રહેવા જતી
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 21 વર્ષની પરણીત યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ યુવતીનો પતિ શરીર સંબંધ બાંધતો હતો ત્યારે જબરજસ્તી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. યુવતી પતિને સમજાવતી હતી ત્યારે તે યુવતીને માર મારતો હતો અને યુવતીની સંમતિ વગર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. અવારનવાર સમજાવ્યા બાદ પણ પતિની હરકતોથી કંટાળીને યુવતી પિયરમાં અનેક વખત રહેવા જતી રહેતી હતી. પરંતુ યુવતીના માતા-પિતા તેને સાસરીમાં મૂકી જતા હતા. 15 દિવસ પહેલા યુવતી ફરીથી પિયર આવી ગઈ હતી.

યુવતીની પતિ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ
યુવતી તેની માતા સાથે મહિલા પોલીસ સ્ટેશન ગઈ હતી જ્યાં પતિ અને સાસરિયાંઓ ત્રાસ આપતા હોવાની અરજી કરી હતી. ત્યારબાદ યુવતીએ પોતાના સાથે થયેલ આપવીતી માતા-પિતાને જણાવી હતી. જેથી માતા-પિતા સાથે યુવતી ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી હતી અને પતિ દ્વારા કરવામાં આવતી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...