પત્નીની પોલીસ ફરિયાદ:વાડજની બેન્કમાં નોકરી કરતા પતિને મોટાં ભાભી સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ, પતિ-જેઠાણી માર મારી ઘર છોડવા દબાણ કરતા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિએ મોં પર ફેંટો મારી દેતાં પત્નીને લોહીલુહાણ હાલતમાં દાખલ કરવી પડી હતી

બેંકમાં નોકરી કરતા કર્મચારીને મોટાં ભાભી સાથે આડા સંબંધ હોવાથી પતિ અને જેઠાણી ભેગાં મળીને મારઝૂડ કરીને જતી રહેવા દબાણ હોવાના ગંભીર આક્ષેપ મહિલાએ પોલીસ ફરિયાદમાં કર્યા છે. આટલું જ નહીં તાજેતરમાં ઝઘડો થતા પતિએ પત્નીને મોં પર પાંચ ફેંટો મારી દેતા તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યાર બાદ પણ પતિ ઝઘડો કરીને પત્ની કહેતો હતો કે, તંુ અહીંથી જતી રહે, નહીં તો તને જાનથી મારી નાખીશ. જૂના વાડજમાં રહેતા મોનાબહેન (ઉં.37)એ પતિ અને જેઠાણી સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોનાબહેનનાં લગ્ન વર્ષ 2011માં વાડજમાં રહેતા નીરવભાઈ સાથે થયાં હતાં. નીરવભાઈ બેંકમાં નોકરી કરતા હતા. જ્યારે લગ્ન બાદ મોનાબહેન પતિ, સાસુ , જેઠ અને જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સંતાનમાં તેમને 2 દીકરી હતી. બે દીકરીના જન્મ બાદ નીરવભાઈએ મોનાબહેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. નીરવભાઈ તેમને કહેતા કે, ‘મારે તો દીકરો જોઈએ છે.’ આમ કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આથી આ અંગે મોનાબહેને પતિ, સાસુ, જેઠ તેમ જ પતિના પિતરાઈ ભાઈ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોનાબહેને નીરવને તેનાં મોટાં ભાભી સાથે આડા સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આટલું જ નહીં બંનેને આડા સબંધ હોવાથી તેઓ મોનાબહેનના ચારિત્ર્ય પર શંકા વહેમ રાખીને તેમને ઘરમાંથી કાઢી મૂકવા માટે મારઝૂડ કરતા હતા. જોકે ઘર સંસાર બગડે નહીં એટલે મોનાબહેન બધું મૂંગા મોંઢે સહન કરતાં હતાં, પરંતુ તાજેતરમાં નીરવભાઈએ મોનાબહેન સાથે ઝઘડો કરીને તેમને મોં પર પાંચ ફેંટો મારી દેતા તેમને લોહી નીકળ્યું હોવાથી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ નીરવભાઈ શારીરિક - માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મોનાબહેન ભાઈના ઘરે રહેવા આવી ગયા હતા અને ત્યાંથી તેમણે સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. (તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે)

અન્ય સમાચારો પણ છે...