પતિનો ત્રાસ:અમદાવાદમાં પ્રેમ લગ્ન બાદ પતિએ પત્નીને છુટા છેડાની ધમકી આપી, તું મને ગમતી નથી મારા ઘરમાંથી નીકળી જા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ દીકરીઓના પાલન પોષણનો ખર્ચો પણ નહોતો આપતો
  • ઘર ખર્ચ માંગતી પત્નીને પતિ ઝગડો કરીને મારતો હતો

અમદાવાદમાં સાસરિયાઓ દ્વારા પરિણીતાઓ પર દહેજ મુદ્દે ત્રાસ આપતો હોવાની અનેક ફરિયાદો પોલીસ સુધી પહોંચી રહી છે. કેટલીક ફરિયાદો એવી હોય છે જેમાં પતિ દ્વારા પત્નીને ત્રાસ આપવામા આવતો હોય છે. શહેરમાં એક મહિલાએ પતિ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રેમલગ્ન બાદ પતિ થોડો સમય સારૂ રાખતાં હતાં પરંતુ બાદમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. બાળકોના જન્મ બાદ પણ ઘર ખર્ચ અને તેમના ભરણપોષણનો પણ ખર્ચ આપતો નહોતો. જેથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાના 2004માં પ્રેમ લગ્ન થયાં હતાં
શહેરમાં ચાંદખેડામાં રહેતી મહિલાના 2004માં પ્રેમ લગ્ન થયાં હતાં. આ સમયે પરિવારને લગ્ન મંજુર નહોતા. પરંતુ લગ્ન બાદ પરિવારને મનાવી લેવામાં આવતાં જીવન સરળ થયું હતું. લગ્નના બે વર્ષ બાદ મહિલાને તેના પતિએ નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. મહિલાએ 2009માં એક દીકરીને જન્મ આપ્યો હતો. તેમજ 2016માં બીજી દીકરીને જન્મ આપ્યો હતો.2017માં આ પરિવાર અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો.

પતિ કોઈ પણ કારણોસર પત્નીને માર મારતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
પતિ કોઈ પણ કારણોસર પત્નીને માર મારતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

મહિલા સવાલ કરતી તો પતિ તેને મૂઢ માર મારતો
સમય જતાં પતિનો ત્રાસ વધતાં મહિલા સવાલ કરતી તો પતિ તેને મૂઢ માર મારતો હતો. મહિલા ઘરસંસાર ના તૂટે તે માટે બધુ સહન કરતી હતી. પતિ મહિલાને વારંવાર કહેતો કે તું મને ગમતી નથી મારા ઘરમાંથી બહાર નીકળી જા. પતિ દ્વારા પત્નીને છુટાછેડાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. દીકરીઓના પાલન પોષણ માટે પતિ પૈસા નહોતો આપતો અને ઘર ખર્ચ પણ પત્ની પાસે માંગતો હતો. પતિના આ પ્રકારના વર્તનની કંટાળીને પત્નીએ 2021માં ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકી અંગે કેસ કર્યો હતો.

કંટાળેલી પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
કંટાળેલી પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી
13મી ફેબ્રુઆરીએ ઘરમાં પૂજાપાઠનો કાર્યક્રમ રાખ્યો હતો. આ દરમિયાન પતિએ પૂજાનો સરસામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. તેમજ ઘરમાં તોડફોડ કરી હતી. આ પ્રકારના વર્તનથી પત્નીએ કહ્યું હતું કે આપણે મોટી દીકરીઓ છે તમે આવું કેમ કરો છો. આ સવાલ સાંભળતાં જ પતિ વધુ ગીન્નાયો હતો અને પત્ની સાથે ઝગડો કરવા માંડ્યો હતો. પત્નીનો ફોન લઈને ઝપાઝપી કરવા માંડ્યો હતો. પત્નીને માર મારતાં જ 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પત્નીએ તેના પતિ વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.