આપઘાત:પત્ની વારંવાર આપઘાતની ધમકી આપતી હોવાથી પતિનો ગળાફાંસો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાંસોલની ઘટના: પતિ-પતિની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
  • પત્ની રિસાઇને પિયર ગઈ હતી ત્યારે ઘરમાં આપઘાત કર્યો

પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાના કારણે અનેક મહિલા જીવનનો અંત આણી લેતી હોય છે પરંતુ શહેરના છેવાડે હાંસોલ ગામમાં એક ઘટના એવી બની છે કે એક પુરુષે પતિપત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં પત્ની રીસાઇને પિયર જતી રહેતા પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હાસોલ ગામ ઠાકોર વાસ માં રહેતા રમેશભાઇ દશરથભાઈ ઠાકોર (૩૪)એ સોમવારે બપોરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રમેશભાઈ ના લગ્ન કાજલ બેન સાથે સાત આઠ વર્ષ પહેલાં થયાં હતાં. પરિવારમાં તેમને બે પુત્રો છે જેમાં એકની ઉંમર છ અને બીજાની ઉંમર ચાર વર્ષ છે.

છેલ્લા કેટલાક સમય થી રમેશભાઈ અને તેની પત્ની કાજલ વચ્ચે ગૃહ કંકાસ શરૂ થયો હતો.જેમાં પતિ પત્ની ને સમજાવવા માટે આસપાસના પાડોશી જતા હતા. જો કે થોડા સમય શાંતિ રહ્યા બાદ ફરી તેમની વચ્ચે ઝઘડા ચાલતા જ રહેતા હતા.જેનાથી તેમના સગાવ્હાલા પણ વાકેફ હતા.

આવી જ સ્થિતિ માં પાંચેક દિવસ પહેલા પતિપત્ની વચ્ચે ફરી ઝઘડો થતાં તેની પત્ની કાજલબેન તેના પિયર નોબલ નગર રીસાઇને જતી રહી હતી. દરમિયાન સોમવારે બપોરે રમેશ ભાઈ એ તેમના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પત્ની કહેતી, ‘હું ઝેર પીને મરી જઈશ’
પોલીસ તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે જ્યારે પણ રમેશભાઈ અને તેમની પત્ની કાજલ વચ્ચે ઝઘડો થાય ત્યારે કાજલ એમ કહેતી હતી કે હું ઝેર પી મરી જાઈશ અને તમારા બધા ના નામ લખીને જાઈશ. આમ પતિપત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં રમેશભાઈએ કંટાળી આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...