તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અમદાવાદના સોલામાં પ્રેમી સાથે રહેતી પત્નીને રંગેહાથ ઝડપ્યા બાદ પતિનો છરીથી હુમલો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમી બેભાન થઈ જતાં પતિ પત્નીને ઘરે લઈ ગયો

10 દિવસથી પતિનું ઘર છોડીને પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની અને તેના પ્રેમીને પતિ અને સાળાએ સોલા સિવિલ હોસ્પિટલમાં રંગેહાથે ઝડપી લીધા હતા. રિક્ષામાં બેઠેલા આ યુગલ પૈકી પત્નીના પ્રેમી ઉપર પતિ અને સાળાએ છરી અને દંડા વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં હુમલામાં પ્રેમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પતિ પત્નીને લઈને ત્યાંથી જતો રહ્યો હતો.

નવા વાડજ રામાપીરના ટેકરામાં રહેતો ભરત રાઠોડ(20) રીક્ષા ચાલવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભરતના છુટાછેડા થયેલા છે. દરમિયાનમાં અંકુર ચાર રસ્તા પાસે ફ્રૂટની લારી લઈને ઊભા રહેતાં પરણિત કોમલબહેન ભરતના સંપર્કમાં આવ્યા હતા. જેથી બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. દરમિયાનમાં 10 દિવસ પહેલા કોમલના પતિ વિક્રમે કોમલ સાથે મારઝુડ કરી હતી. જેથી કોમલ પતિનું ઘર છોડીને ભરત પાસે આવી ગઈ હતી. શુક્રવારે રાતે 9 વાગ્યે ભરત અને કોમલ રિક્ષા પાર્ક કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં બેઠા હતા. ત્યારે કોમલનો પતિ વિક્રમ, વિક્રમના બનેવી પ્રદીપ અને સાળો સુનિલ ત્યાં આવ્યા છરી અને દંડા વડે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો