પત્નીની પતિ વિરૂદ્ધ ફરિયાદ:અમદાવાદના ગોમતીપુરમાં પત્નીના મોબાઈલમાં એક યુવકની તસવીર જોઈ પતિએ શંકા રાખી ઝઘડો કર્યો, હથોડી મારી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
ગોમતીપુર પોલીસ સ્ટેશન
  • પતિએ પત્ની હથોડી મારી અને આડા સંબંધ રાખશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી
  • પત્નીએ પતિના વિરૂદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં પતિ-પત્ની વચ્ચે ખોટી શંકાઓ રાખીને ઝઘડો થતાં હોય છે. આ ઝઘડા એટલા ઉગ્ર બની જાય છે કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો ગોમતીપુરમાં સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીના મોબાઈલમાં અન્ય યુવકની તસવીર જોઈ તેની સાથે આડા સંબંધ હોવાની ખોટી શંકા રાખીને પત્નીને હથોડી વડે ફટકારી બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિના વિરુદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પત્નીનો મોબાઈલ લીધો બાદમાં તસવીર જોઈ ઝઘડો કર્યો
ગોમતીપુર વિસ્તારમાં 38 વર્ષીય મહિલા તેના પતિ, વહુ અને બાળકો સાથે રહે છે. થોડા દિવસ અગાઉ મહિલા તેની વહુ સાથે ઘરે હાજર હતી, ત્યારે તેનો પતિ ઘરે આવીને ખોટી શંકાઓ રાખીને મહિલાનો મોબાઇલ લઇને ઘરેથી ચાલ્યો ગયો હતો. બાદમાં થોડા કલાકો રહીને પતિ પરત ઘરે આવ્યો હતો અને મહિલાના ફોનમાં એક યુવકની તસવીર બતાવીને તારે આ યુવક સાથે આડા સંબંધ છે તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જોકે મહિલાએ મારે કોઈ આડા સંબંધ નથી તેમ જણાવ્યું તેમ છતાં તેનો પતિ માનવા તૈયાર થયો ન હતો અને બિભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. જેથી મહિલાએ તેને શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

ડરી ગયેલી પતિ પોલીસ સ્ટેશન દોડી ગઈ
પતિએ પત્નીને માર માર્યો હતો. એટલું જ નહીં, ઘરમાં મૂકેલી હથોડીથી મહિલાને માર માર્યો હતો. જેથી મહિલાએ બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં મહિલાને વધુ માર મારવાથી બચાવી હતી. બીજી બાજુ પતિએ ધમકી આપી હતી કે, જો હવે તસવીરમાં છે એ યુવક સાથે આડા સંબંધ રાખીશ તો જાનથી મારી નાખીશ તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. ધમકીથી ડરી ગયેલી મહિલા ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પોતાના પતિના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.