• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Husband Quarrels Over Alcohol Money, Beats Wife, Sister in law; The Husband Often Quarreled With His Wife For Money To Pay For The House

વિવાદ:પતિએ દારૂના પૈસા માટે ઝઘડો કરી પત્ની, સાળીને માર માર્યો; ઘર ખર્ચના પૈસા માટે પતિ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની પતિ સહિત જેઠ અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ

દારૂ પીવાની ટેવવાળો પતિ ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હોવાથી પતિ - પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી પતિ અવાર નવાર મારઝૂડ કરતો હતો. હદ તો ત્યારે થઇ કે સાળી એક દિવસ માટે ઘરે રહેવા આવી હતી ત્યારે પણ પતિએ પત્ની સાથે દારૂના અને ઘર ખર્ચના પૈસા માટે માથાકૂટ કરી મોઢા ઉપર ફેંટો મારી હતી. બહેનને બચાવવા સાળી વચ્ચે આવી તો પતિએ તેને પણ માર માર્યો હતો.

ફતેવાડી કેનાલ પાસેના આર્શિવાદ ફલેટમાં રહેતા નગમાબાનુ પઠાણ(27) ના લગ્ન 2016માં હમીદખાન રહીમખાન પઠાણ સાથે થયા હતા. સંતાનમાં તેમને એક ચાર વર્ષનો દીકરો છે. હમીદખાન નારોલ બેરલ માર્કેટમાં નોકરી કરે છે. લગ્ન બાદ 2 વર્ષ સુધી હમીદખાન નગમાબાનુને સારી રીતે રાખી હતી, ત્યારબાદ હમીદખાન દારૂ પીને ઘરે આવીને ઘર કામ બાબતે તેમજ અન્ય બાબતે ઝઘડો કરી મારઝૂડ કરતો તેમજ હાથ પગ તોડી દેવાની ધમકી આપતો હતો.

હમીદખાનના મોટા ભાઈ ફિરદોશખાન અને ભાભી સાહિસ્તાબાનુ પણ હમીદખાનની કાન ભંભેરણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવતા હતા. હમીદખાન નગમાબાનુ સાથે મારઝુડ કરતો હતો. જો કે ઘર સંસાર બગડે નહિ તે માટે નગમાબાનુ પતિ અને જેઠ - જેઠાણીનો તમામ ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી.

ગત 14 નવેમ્બરે નગમાબાનુની બહેન એક દિવસ માટે તેના ઘરે રહેવા આવી હતી. ત્યારે નગમાબાનુ એ ઘર ખર્ચના પૈસા માંગ્યા હતા. જે બાબતે નગમાબાનુ અને હમીદખાન વચ્ચે ફરી વખત ઝગડો થતા નગમાબાનુ સાથે મારા મારી કરી હતી. આ દરમિયાન નગમાબાનુની બહેન છોડાવવા વચ્ચે પડતા હમીદખાને સાળી સાથે પણ મારઝુડ કરી હતી. જેથી આ અંગે નગમાબાનુએ હમીદખાન, જેઠ ફિરદોશખાન અને જેઠાણી સાહિસ્તાબાનુ વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...