તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Husband Misled Doctors After Serving Wife In Bed For 12 Years, In 2009 Doctors Said That Guillain Barry's Illness Would Take Barely 2 Years.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે:12 વર્ષથી પથારીવશ પત્નીની ચાકરી કરી પતિએ ડોક્ટરોને ખોટા પાડ્યા, 2009માં ડોક્ટરોએ કહ્યું હતું કે, ગુલિયન બેરીની બીમારીથી માંડ 2 વર્ષ કાઢશે

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
 • કૉપી લિંક
તસવીર: અનુરાધા પાંડે. - Divya Bhaskar
તસવીર: અનુરાધા પાંડે.

વકીલાતની કમાણીમાંથી સામાન્ય આવક રળતો યુવક પથારીવશ પત્નીની છેલ્લાં 12 વર્ષથી સેવા કરી રહ્યો છે. શરીરના તમામ ચેતાતંતુઓને શિથિલ પાડી દેતી બીમારી ગુલિયન બેરી સિન્ડ્રોમ(જીબીએસ)થી પીડિત પત્નીને ડોક્ટરોએ માત્ર ત્રણ વર્ષના મહેમાન હોવાની આગાહી કરી હતી.

અનિતાબ પાંડેના લગ્ન 1999માં અનુરાધા પાંડે સાથે થયા હતા. 2009ના ફેબ્રુઆરીમાં અનુરાધાને જીબીએસની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.

દીકરો-દીકરી અને વૃદ્ધ મા-બાપની સાથે પથારીવશ પત્નીના પાલનની જવાબદારી યુવાન વકીલ પર આવી પડતાં દિવસ-રાત જોયા વિના તેમણે તમામ જવાબદારી અદા કરી પત્નીની સેવા કરી હતી.

પત્નીને કોઇ ચેપ ન લાગે તેની ખાસ કાળજી રાખવામાં ભારે મુશ્કેલી પડતી, વર્ષમાં બે-ચારવાર ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાથી લઇને તમામ પ્રકારની દોડાદોડી થતી હતી.

પત્નીને બીમારીની સાથે યુરિન કેથેરેટર લાગુ હોઇ, સાફસૂફી સાથે પથારી પર મળત્યાગની સેવામાં અનિતાબ પોતાની જિંદગી ગુજારી રહ્યા છે. ડોક્ટરો પણ આ દર્દી 12 વર્ષથી જીવિત હોઇ, ચમત્કાર માને છે. પ્રેમની તાકાત તો જુઓ, અનિતાબ-અનુરાધા હજુ પણ એકબીજાની સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો