લગ્નજીવન તૂટવાને આરે:અમદાવાદના જુહાપુરામાં સાઉદી રહી આવેલા પતિએ પત્નીને કહ્યું, ‘મારે બીજા લગ્ન કરવા છે’, વિરોધ કર્યો તો સાસરિયાંએ દીકરી સાથે કાઢી મૂકી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નનાં બે વર્ષ પછી પૈસા કમાવવા સાઉદી અરબ ગયો હતો
  • પતિ-સાસુએ માર મારી દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી
  • પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

લગ્નનાં બે વર્ષ બાદ પૈસા કમાવવા સાઉદી અરેબિયા જતો રહેલો પતિ 9 વર્ષ ત્યાં રોકાઈને 2 મહિના પહેલાં જ પાછો આવ્યો હતો અને આવતાંની સાથે જ તેણે બીજા લગ્ન કરવાની વાત કરતા પત્નીએ વિરોધ કર્યો હતો. આથી પતિ અને સાસુએ પરિણીતાને મારઝૂડ કરીને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જુહાપુરામાં આવેલા શબનમ રો હાઉસમાં રહેતા શબાનાબાનુ (ઉં.35)નાં લગ્ન 2010માં ઉત્તરપ્રદેશના બુંદલશહેરના ભાઈપુરામાં રહેતા ઈશરાઈલખાન જમીલખાન પઠાણ સાથે થયાં હતાં. સંતાનમાં તેમને એક દીકરી ઈશરત જહાં (ઉં.10) છે. શબાનાબાનુએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, લગ્ન બાદ પતિ ઈશરાઈલખાન અને સાસુ શાહજહાંબાનુ ઘરકામ અને નાની નાની બાબતે વાંક કાઢી મારઝૂડ કરતાં હતાં. દરમિયાન વર્ષ 2012માં ઈશરાઈલ પૈસા કમાવવા માટે સાઉદી અરેબિયા ગયો, તે દરમિયાન સાસુ શાહજહાંબાનુ શબાનાને વધુ હેરાન કરીને અસહ્ય ત્રાસ આપતાં હતાં.

આઠ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં રોકાયા બાદ ઓગસ્ટ 21માં ઈશરાઈલે પાછા આવ્યા બાદ શબાનાને કહ્યું કે, ‘મારે બીજા લગ્ન કરવા છે.’ આ બાબતે શબાનાએ વિરોધ કરીને ઝઘડો કરતા ઈશરાઈલ અને શાહજહાંએ શબાના સાથે મારઝૂડ કરીને દીકરી ઈશરત સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારથી શબાના જુહાપુરામાં તેના પિયરમાં જ રહેતી હતી. આ અંગે શબાનાએ પતિ અને સાસુ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...