તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ લગ્નનો કરૂણ અંજામ:સરખેજમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, 9 માસની બાળકીને ઘોડિયામાં મૂકી પોલીસ સમક્ષ હાજર થયો

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થનાર હત્યારા પતિની અટકાયત કરવામાં આવી
 • લોકડાઉનમાં બેકાર પતિના કારણે પરિવારની હાલત અત્યંત દારૂણ થતાં ખાવાના ફાંફા હતા

કોરોના વાઇરસની દહેશતના કારણે લોકો બેકાર થઇ ગયા છે જેના કારણે મધ્યમ વર્ગથી લઇને ગરીબ વર્ગના લોકોમ હવે ઘરેલુ હિંસાના બનાવો પણ વધી રહ્યા છે. સરખેજના ફતેહવાડીમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. નવ માસની બાળકીમાં ઘોડિયામાં મૂકી પતિ સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.
પાંચેક દિવસથી ખ્વાજાનગર ભાડે રહેવા ગયા
સરખેજના ફતેહવાડીમાં રહેતા શાહનવાઝ શેખે પાંચ વર્ષ પહેલા બહેરામપૂરામાં રહેતા આશીફ શેખની પુત્રી હલીમાબાનુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ હલીમાબાનુ અને શાહનવાઝ અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર રહેતા હતા. ચાર પાંચ દિવસ પહેલા બન્ને તેમની નવ માસની પુત્રીને લઇને ફતેહવાડી વિસ્તારમાં આવેલા ખ્વાજાનગરના એક મકાનમાં ભાડેથી રહેવા માટે આવ્યા હતા.
લોકડાઉનમાં ખાવાના ફાંફા હતા
શાહનવાઝ કોઇ કામધંધો કરતો નહી હોવાના કારણે હલીમાબાનુ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હતી. લોકડાઉનના કારણે શાહનવાઝ અને હલીમાબાનુની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ હતી અને તેમને ખાવાના પણ ફાંફા થઇ ગયા હતા. બેકારીના કારણે બન્ને વચ્ચે ઝઘડા એટલા બધા વધી ગયા કે સોમવારે સાંજે  બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં શાહનવાઝે હલીમાબાનુ સાથે મારપીટ કરી હતી અને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી
હલીમાબાનુની હત્યા કર્યા બાદમાં શાહનવાઝ પુત્રીને ઘોડિયામાં મુકીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને તેને પોતાની પત્ની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યાની વાત સાંભળતાની સાથેજ પોલીસ ઇન્સપેક્ટર સહિત પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને હલીમાબાનુની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે આ મામલે શાહનવાઝ વિરૂધ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો